મોરબીની દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે હાઈટેક ડિપ ટ્રેકર મશીનની મદદ લેવામાં આવી હતી. જે પાણીમાં 200 મીટર ઉંડે જઈ શકવા સક્ષમ મશીન થકી તરવૈયાઓને રાત્રે બચાવ કામગીરી કરવામાં સરળતા રહી હતી. પાણીમાંથી 100 કિલો વજન ઉંચકીને બહાર કાઢવામાં મશીન ઉપયોગી સાબિત થયુ છે. તરવૈયાઓએ મશીનની મદદથી અનેક મૃતદેહ શોધી કાઢ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે!, વહીવટી તંત્રએ કર્યો મોટો ખુલાસો
તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નડી નહી
મશીન દ્વારા જ વજનદાર મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મશીનની કામગીરીને પગલે તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નડી ન હતી. મોરબીમાં બનેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધો છે. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 143થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં કોઈએ પોતાના માતા-પિતા તો કોઈએ પતિ-પત્ની અને બાળકો ગુમાવ્યા છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘનામાં 143 લોકોનો ભોગ લેનારા ઝડપાયા, હવે સત્ય બહાર આવશે
20 કલાક બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ
મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષ સુધીના 56 બાળકોના આ ઘટનામાં મોત થયા છે અને પુખ્ત વયના 78 લોકોના મોત થયા છે. મોરબીની ગોઝારી પુલ દુર્ઘટના સ્થળે 20 કલાક બાદ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના, નેવી અને ફાયર બ્રિગેડના જવાનો ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. પોલીસના જવાનો અને તરવૈયાઓ બચાવ કામગીરીમાં ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ બચાવ કામગીરી માટે વિશેષ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.