ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

આધુનિક ઉપકરણોનો ઉપયોગથી ડાંગમાં દીપડાની ગણતરી શરૂ કરાઇ

Text To Speech

ગત શુક્રવારથી રાજ્યમાં 2016 પછી દીપડાની ગણતરીની શરૂઆત થઈ છે. ડાંગમાં પણ દીપડાની ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ ગણતરીમાં વિવિધ પ્રકારના આધુનિક ઉપકરણોની મદદથી દીપડાની ગણતરી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા વન અધિકારી દિનેશ રબારીએ જણાવ્યું હતું કે છેલ્લી દીપડાની વસ્તી ગણતરી 2016માં કરવામાં આવી હતી. દરેક જગ્યાએ કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યા છે. ડાંગમાં દીપડાની સંખ્યા ઘણી વધારે છે. 2016માં ડાંગમાં કુલ 43 દીપડા હતા, હવે તેમાં વધારો થવાની ધારણા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી 80 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાંજના 5 થી સવારે 6 વાગ્યા સુધી જ્યાં પણ દીપડાની અવરજવરની શક્યતા હોય ત્યાં ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dahod : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયો

ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે દિપડાની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2016માં દીપડાની ગણતરી કરવામાં આવી હતી ત્‍યારે ગુજરાતમાં દીપડાની વસ્‍તી 1395 હતી. વર્ષ 2016 પછી એટલે કે હવે સાત વર્ષના લાંબા સમયગાળા બાદ દિપડાની વસ્‍તી ગણતરી હાથ ધરવામાં આવી છે. અગાઉ કોરોના કાળને લઇ દિપડાની ગણતરી શકય બની ન હતી. વર્ષ 2011માં ગુજરાતમાં દિપડાની સંખ્‍યા 1160 હતી. જયારે વર્ષ 2016માં દિપડાની સંખ્યા વધીને 1395 થઈ હતી. આ વખતની ગણતરીમાં પણ દીપડાની વસ્‍તીમાં 25 થી 30 ટકા વધારો થવાનો અંદાજ છે. દિપડાની વસ્‍તી-ગણતરી પૂર્ણ થયા બાદ દિપડાની સંખ્‍યાની જાહેરાત ગાંધીનગર ખાતેથી વનવિભાગ દ્વારા કરવામાં આવશે.

Back to top button