- ગુજરાતમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો
- છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ
- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે
ગુજરાતમાં ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ, તાપીના નિઝરમાં એક ઈંચ વરસાદ, નર્મદાના સાગબારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, લુણાવાડા, માંગરોળ, વાપી, કુકરમુંડા, કપરાડા, કામરેજ, અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો. ત્યારે દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દરિયાઈ કાંઠે 40 થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાશે.
ગુજરાતમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો
વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નહીં. સાથે ગુજરાતમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.