- દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાશે
- કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી
- દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે
ગુજરાતમાં ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે.
સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓની આગાહી
રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓની આગાહી કરી છે. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં માત્ર હળવા વરસાદની સંભાવનાઓ છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જેના કારણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.