ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગફોટો સ્ટોરીવિશેષ

અરવલ્લી : શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિરસથી ઉભરાયું ગાયત્રી ચેતના કેન્દ્ર

Text To Speech

* ભાવવિભોર શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો

અરવલ્લી, 27  ઑગસ્ટ :  મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની પરંપરા જાગૃત કરવા દરેક ઉત્સવોની ઉજવણી કરે છે. ત્યારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પર રાત્રે નવ કલાકેથી જન્મ સમય સુધી ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના ભજન કિર્તન, રાસ ગરબાથી ગુંજી ઉઠ્યું હતું.

ગાયત્રી ચેતના કેન્દ્ર પર સત્સંગ હૉલમાં ખૂબ જ સુશોભન તેમજ શ્રીકૃષ્ણ જન્મ દર્શન માટે સુંદર પારણું સુશોભિત કરવામાં આવ્યું. રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણ જન્મના દર્શન સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નારાઓથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.

જીપીવાયજીના યુવાનો દ્વારા નાના નાના શ્રીકૃષ્ણના શૃંગારમાં તૈયાર થયેલા બાળકોના હસ્તે રાત્રે બાર વાગે માખણની મટકી વધ ઉત્સવ ઉજવાયો.

ધોધમાર વરસતા વરસાદમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ દર્શનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સૌને મુક્ત મને ભગવાન શ્રીકૃષ્ણના પારણાને પોતાના હાથે ઝુલાવવાનો લ્હાવો મળ્યો હતો.

દર્શને આવનાર સૌ ખૂબ આનંદ વિભોર થઈ ધન્યતા અનુભવાય એવો માહોલ છવાઈ ગયો હતો.


ગાયત્રી ચેતના કેન્દ્રમાં હંમેશા માતાજીના શૃંગારની ઉત્સાહભેર સેવા નિભાવતા તેમજ ભામાશા ગણાતા એવા સૂર્યાબેન અને કમલેશભાઈ પટેલના હસ્તે પ્રથમ પારણું ઝુલાવી, આરતી ઉતારી દર્શન સૌને માટે ખુલ્લા મુકાયા.

. દર્શનાર્થીઓ સૌને માટે પંચામૃત, પંજરીનો પ્રસાદ તથા ફરાળી અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : જીવનમાં મોબાઈલની જરુર કેમ છે? બાળકે પોસ્ટ દ્વારા સમજાવ્યું, વાંચો અહીં

Back to top button