મોડાસાઃ ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડમાં સામેલ એક શિક્ષકની ધરપકડ
મોડાસા, 23 જાન્યુઆરી, 2025: ભૂપેન્દ્ર ઝાલાના BZ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ શિક્ષકે ઘણી મોટી સંખ્યામાં લોકોને પોન્ઝી યોજનામાં સામેલ કરીને તેમની પાસે કરોડોનું રોકાણ કરાવ્યું હતું.
મળતા અહેવાલો મુજબ, BZ Ponzi scheme scam કૌભાંડ મામલે મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પૂછપરછ માટે શાળામાંથી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા. અગાઉ આ કેસમાં CID ક્રાઇમે સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. જાણવા મળે છે કે, આ શિક્ષકની પૂછપરછ દરમિયાન મોટા ઘટસ્ફોટ થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેમણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.
છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બીઝેડ ગ્રૂપના કૌભાંડમાં અત્યાર સુધીમાં સીઆઈડી દ્વારા નનામી અરજીના આધારે ગુનો નોંધી બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસઅર્થે સીઆઈડી ટીમે બુધવારે (22મી જાન્યુઆરી) મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી બોલાવ્યા હતા. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું એવું નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. અગાઉના અહેવાલો અનુસાર બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનારાઓને મોંઘીદાટ કાર સહિત વિવિધ ભેટ મળી હતી.
આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. તેના દ્વારા અપાયેલાં નિયંત્રણ કાર્ડ પણ કબજે કરાયા હતા. સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD