કોરાના સામે અમદાવાદ સિવિલ તંત્ર સજજ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરાયો છે. તેમાં પ્લાન્ટ ચાલુ કરી ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી છે. તેમજ એન્જિનિયર અને તબીબોએ મળી મોકડ્રીંલ યોજી છે. તમામ ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કની ચકાસણી કરવામાં આવી છે. તેમાં હોસ્પિટલમાં આરોગ્ય વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નથી, જાણો શું રખાય છે તકેદારી
સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર
સતર્કતાના ભાગરુપે તમામ જિલ્લામાં મોકડ્રીલ યોજાઇ છે. જેમાં ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય ઉપકરણોની ચકાસણી કરવામાં આવી છે. તેમાં જરુર જણાય ત્યાં પ્લાન્ટની ક્ષમતા વધારવામાં આવશે. તથા અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કેસ ઓછા છે. સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર છે. તથા 600થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ ઉપલબ્ધ છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ પણ છે જે 5,300 લીટર પર મિનિટથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકે છે. તેથી ઓક્સિજનની કોઈ કમી ન સર્જાય તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ નથી, જાણો શું રખાય છે તકેદારી
કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી
ગુજરાતમાં કોરોનાના 23 એક્ટિવ કેસ છે. ત્યારે કોરાના સામે અમદાવાદ સિવિલ તંત્ર સજજ થયુ છે. તેમજ અમદાવાદીઓ વેક્સિન લેવા માટે સેન્ટર પર ઉમટ્યા હતા. કોરોનાની સંભવિત લહેરને લઇ શહેરીજનો જાગ્યા છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે તંત્રની પોલ સામે આવી છે. તેમાં મોટા ભાગના હેલ્થ સેન્ટર પર વેક્સિનની અછત છે. તથા વેક્સિન લેવા આવેલા શહેરીજનોને ધક્કો પડ્યો છે. તેમજ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી.