ગુજરાતટોપ ન્યૂઝ

Corona ને લઈ રાજ્યમાં આજથી બે દિવસ માટે તમામ હોસ્પિટલમાં થશે મોકડ્રીલ

Text To Speech

ગુજરાત સહિત દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાને લઈ રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મોકડ્રીલ આજથી બે દિવસ માટે રાજ્યની તમામ હોસ્પિટલમાં કરવામાં આવશે. કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ સરકાર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગર સિવિલ ખાતેની મોકડ્રીલમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ ઓક્સિજન ,વેન્ટિલેટર, બેડની વ્યવસ્થા, દવાઓનો પૂરતો જથ્થો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલ તો પકડાયો પણ CMOના પૂર્વ PRO હિતેશ પંડ્યાનો ફરજંદ ક્યાં ?
corona - Humdekhengenewsગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક હિસ્સો બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકોએ કોરોનાથી ડરવાની જરૂર  નથી  પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું હતું. રાજ્યમાં વેક્સિનને લઇને આરોગ્ય મંત્રીએ લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે અને ટૂંક સમયમાં વેક્સિન પણ ઉપલબ્ધ થઈ જશે અને લોકો સુધી પહોંચાડવામાં આવશે.

Back to top button