રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં મોકડ્રીલની કામગીરી પૂર્ણ
કોરોના મહામારીના ભણકાર વચ્ચે રાજ્ય સરકાર સતર્ક બની છે. દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાને પગલે મોકડ્રીલ યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ તકેદારીના ભાગરુપે હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને અણધારી પરિસ્થિતીને પહોચી વળવા રાજ્યના અનેક શહેરોમાં મોકડ્રીલ યોજાઈ હતી. ત્યારે રાજ્યના ગાંધીનગર, રાજકોટ તેમજ અમદાવાદ ખાતે મોકડ્રીલની કામગીરી પુર્ણ થઈ છે.
રાજ્યના આ શહેરોમાં મોક ડ્રીલ યોજાયું
કોરોનાને લઈને રાજ્યના 7 મહાનગરો અને 33 જીલ્લાઓમાં કોરોનાને લઈને મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં મોકડ્રીલની કામગીરી પુર્ણ થઈ છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ખાતે કોરોનાની દહેશત વચ્ચે ઓક્સિજન પ્લાન્ટ તેમજ બેળને લઈને રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં એસવીપી, એલજી અને શારદા હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ જેમાં ધારાસભ્યોથી લઈ સ્ટેડિંગ કમીટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. એલિસબ્રીજના ધારાસભ્ય અમિત શાહ તેમજ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ તેમજ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ મોકડ્રીલ યોજવામાં આવ્યુ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ મોકડ્રીલ યોજ્યું
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડો. દર્શિતાબેન જાતે ઉપસ્થિત રહીને મોકડ્રીલની કામગીરીની ચકાસણી કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ તેમજ રસીનો પુરતો સ્ટોક છે કે નહી તેને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. રાજકોટમાં કોરોનાને લઈને અગમચેતીના ભાગરુપે રાજકોટની સિવિલ હોસ્પિટલ, તેમજ ઓક્સિજન પ્લાન્ટ અને તે સાથે લેબોરેટ્રીની પણ મુલાકાત લીધી હતી.
અનેક શહેરોમાં કામગીરી શાંતીથી પૂર્ણ થઈ
રાજ્યમાં કોરોના મહામારી પહેલા અગમચેતીના ભાગરુપે તૈયારીઓ કરાય રહી છે. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં મોકડ્રીલ યોજાઈ ચુકી છે ત્યારે અનેક શહેરામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે.