ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

ખિસ્સામાં રાખેલા મોબાઈલે જીવ બચાવ્યો: માલિકના શ્વાસ થઈ ગયા અધ્ધર, જાણો કિસ્સો…

ઓડિશા, 26 ફેબ્રુઆરી: આજકાલ મોબાઇલ, જે લોકોને સાથે રાખવાની આદત લાગી ગઈ છે, એ અહીં એક રક્ષણ કવચની ભૂમિકા ભજવી ગયો. તે માત્ર એક કમ્યુનિકેશન ટૂલ નહીં, પણ આ વ્યક્તિ માટે જીવ બચાવનાર સાધન સાબિત થયો છે. ઓડિશાના ગંજામ જિલ્લાના બેલગુંઠા ગામમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. જ્યાં એક યુવક પર થયેલા ગોળીબારનો હુમલો માત્ર અને માત્ર તેના મોબાઇલ ફોનના કારણે નિષ્ફળ થઈ ગયો. એક અજાણ્યા શખ્સે 32 વર્ષીય દિપક ગૌડાને નિશાન બનાવીને ગોળી ચલાવી, પરંતુ તે ગોળી સીધી તેના પેન્ટની પોકેટમાં રહેલા મોબાઇલ ફ્રોન પર વાગી, જેનાથી તેનું જીવન બચી ગયું હતું. હુમલાખોર ગોળી ચલાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, અને હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

જેનું રક્ષણ ખુદ ભગવાન કરે છે, તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી આ વાત તો તમે સાંભળી જ હશે. ઓડિશાના ઝારસુગુડામાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી. અહીં હુમલાખોરોએ દેશી બનાવટની પિસ્તોલથી એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા. હુમલાખોરોએ વિચાર્યું કે ગોળી તે માણસને લાગી છે. પરંતુ તેમને ખબર નહોતી કે ગોળી પીડિતના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનમાં વાગી છે.

જાણો સમગ્ર મામલો ?
ગોળીબારની ઘટનામાં બચી ગયેલો વ્યક્તિ આદિત્ય પરુઆ 29 વર્ષનો હતો. તે ઝારસુગુડામાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આદિત્યનો યુવરાજ સિંહ અને તેના ભાઈ ભાનુ પ્રતાપ સિંહ સાથે બાઉન્ડ્રી વોલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. 23 ફેબ્રુઆરીના રોજ, વિવાદ એટલો વધી ગયો કે મારામારી થઈ ગઈ હતી. યુવરાજ સિંહ અને ભાનુ પ્રતાપે આદિત્યને માર માર્યો અને ત્યાંથી ભાગી ગયા. થોડા સમય પછી, યુવરાજ તેના કેટલાક મિત્રો સાથે પાછો ફર્યો અને દેશી બનાવટની પિસ્તોલથી આદિત્યને ગોળી મારી દીધી હતી. ગોળી આદિત્યના શરીર પર નહીં પણ તેના પેન્ટના ડાબા ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોન પર વાગી હતી, જેના કારણે તેનો મોબાઇલ ફોન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ આદિત્યને કઈ થયું ન હતું .

પોલીસ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, દિપક ગૌડા પર થયેલો આ હુમલો કોઈ અંગત દુશ્મની કે જૂના વેર વગરના કારણે થઈ હોવાની શકયતા છે. જોકે, હજુ સુધી આરોપી કોણ છે અને તેના પાછળનું સાચું કારણ શું છે, તે અંગે તપાસ ચાલી રહી છે. આ ગોળીબારમાં દિપક ગૌડાને થોડી ઈજા થઈ હતી, પરંતુ તેમની હાલત હાલ સ્થિર છે. ગોળી સીધી તેમના મોબાઇલ પર વાગી હતી, જેનાથી મોટું નુકસાન ટળી ગયું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક તકદીર પણ જીવ બચાવી લે છે.

આ પણ વાંચો..5 મિનિટમાં ચોરી થયું સોનાનું ટોયલેટ, જાણો ફિલ્મને ટક્કર આપે એવી કહાની

Back to top button