ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ટોળાએ માતા-પુત્ર સહિત 3ને જીવતાં સળગાવ્યા; પોલીસને માત્ર હાડકાં જ મળ્યાં

મણિપુરમાં હાલ ખુબ બબાલ જોવા મળી રહી છે. ગત બુધવારે આદિવાસી એક્તા માર્ચ સમયે મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાની ઝપેટમાં મણિપુરના 8 જિલ્લા આવી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયની મણિપુર હિંસા પર બાજ નજર છે. હાલાત કાબૂમાં લેવા માટે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. સુરક્ષાદળો અહીં ફ્લેગમાર્ચ કરી રહ્યા છે અને ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે એક એવી ધટના સામે આવી છે કે એક ટોળકી દ્વારા એક એમ્બ્યુલન્સને સળગાવી દીધી છે, જેમાં માતા-પુત્ર સહિત 3ના ‘દર્દનાક મોત’ થયા હોવાનું સામે આવ્યું છે.

મણિપુર-humdekhengenews

ટોળાએ એમ્બ્યુલન્સ સળગાવતાં માતા-પુત્ર સહિત 3ના મોત:

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રવિવારે ટોળા દ્વારા એમ્બ્યુલન્સને સળગાવી દેવામાં આવી હતી, ત્યારે કુકી પુરુષ સાથે લગ્ન કરનાર મૈતી મહિલા, તેના પુત્ર અને એક સંબંધીના મૃત્યુની આશંકા છે. પીડિતાના ગામના સંબંધીઓ અને રહેવાસીઓએ આ માહિતી આપી છે. હુમલો ત્યારે થયો જ્યારે એમ્બ્યુલન્સ બાળકને હોસ્પિટલ લઈ જઈ રહી હતી અને પોલીસ કર્મચારીઓ વાહનને એસ્કોર્ટ કરી રહ્યા હતા. આ ઘટના લામ્ફેલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઇમ્ફાલ પશ્ચિમના ઇરોસેમ્બા વિસ્તારમાં બની હતી. સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રવિવારે સાંજે લગભગ 7 વાગે વાહનમાં આગ લાગી હતી.

આ પણ વાંચો: મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાને ફરી કરાઈ તૈનાત

મણિપુર-humdekhengenews

પોલીસે જણાવ્યું કે અમને મળ્યા માત્ર હાડકાં જ:

આવું પોલીસે કહ્યું કે અમે વાહનની અંદરથી ફક્ત કેટલાક હાડકાં જ મેળવી શક્યા છીએ. આ કેસમાં તે જ રાત્રે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, જેમાં હત્યા સંબંધિત કલમોનો પણ સમાવેશ થાય છે. કાંગપોકપી જિલ્લાના કાંગચુપ ચિંગખોક ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય મૃતકો મીના હેંગિંગ, તેનો પુત્ર ટોમશિંગ – જેમની ઉંમર 7 વર્ષથી ઓછી હોવાનું જણાવ્યું હતું – અને મીનાના સંબંધી લિડિયા લોરેમ્બમ છે.

મણિપુરમાં અત્યારે કેમ હિંસા થઈ?

હાલમાં જ મણિપુર હાઈકોર્ટે કહ્યું કે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર રાજ્ય સરકારે વિચારવું જોઈએ. મૈતેઈ સમુદાયનું માનવું છે કે આ ફક્ત શિક્ષણ કે નોકરીમાં અનામતનો મુદ્દો નથી. આ ઓળખ અને સંસ્કૃતિનો મુદ્દો છે. હકીકતમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ જ્યારે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર વિચાર કરવાની ચર્ચા જોર પકડવા લાગી તો તેના વિરોધમાં આદિવાસી એક્તા માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં હિંસા ભડકી ઉઠી છે.

આ પણ વાંચો: મણિપુર હિંસા મુદ્દે અમિત શાહનો હુંકાર, ‘તપાસ માટે કમિશન બનાવાશે, હવે બધુ નિયંત્રણમાં, કોઈને છોડીશું નહીં’

Back to top button