- મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કર્યા હતા દાવા
- તિરાડો સર્જાઈ હોવાનો દાવો કરતા ફોટા શેર કર્યા હતા
- અટલ સેતુનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું
મુંબઈ, 21 જૂન : મુંબઈના અટલ સેતુ પુલ પર તિરાડોના દાવાઓને એમએમઆરડી દ્વારા ફગાવી ફગાવી દેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) પર તિરાડો સર્જાઈ હોવાનો દાવો કરતા ફોટા શેર કર્યા પછી MMRDA દ્વારા સ્પષ્ટતા આવી છે.
प्रधानमंत्री श्री. नरेंद्र मोदी यांच्या हस्ते तीनच महिन्यांपूर्वी लोकार्पण झालेल्या “अटल सेतू” पुलास भेगा पडल्याची बाब अतिशय चिंताजनक आहे. मोठ्या प्रमाणात भेगा पडल्याने प्रवाश्यांमध्ये भीतीचे वातावरण निर्माण झाले आहे. बिहार मध्ये नवनिर्मित पुल कोसळल्याची घटना ताजी असतानाच… pic.twitter.com/NGUrLFinj6
— Nana Patole (@NANA_PATOLE) June 21, 2024
X ઉપર તેની પોસ્ટમાં, MMRDAએ જણાવ્યું હતું કે ઉલ્વેથી મુંબઈ તરફના MTHLને જોડતા એપ્રોચ રોડ પર તિરાડો ઉભી થઈ હતી અને અટલ સેતુ પુલ પર નહીં. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જેને અટલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
There have been rumours circulating about cracks on the MTHL bridge. We want to clarify that these cracks are not on the bridge itself but on the approach road connecting MTHL from Ulwe towards Mumbai.#RebootingMumbai #ReshapingMMR @DrSanMukherjee pic.twitter.com/Nc62bwrjzU
— MMRDA (@MMRDAOfficial) June 21, 2024