MLC : પોલાર્ડએ બ્રાવો પાસે લીધો બદલો,જુઓ વિડીયો
મેજર લીગ ક્રિકેટ : અમેરિકન ક્રિકેટ એસોસિએશનને મેજર ક્રિકેટ લીગની શરુવાત કરવામાં આવી હતી.આ લીગમાં અલગ-અલગ દેશમાંથી ખેલાડીઓને આમંત્રણ અપાયું હતું.આ લીગની લોકપ્રિયતા ઝડપથી વધી તેના કારણે ક્રિકેટે અમેરિકામાં આગવું સ્થાન ઉભૂ કર્યું છે.મેજર લીગ ક્રિકેટમાં પણ મુંબઈ ઇન્ડિયન્સે ન્યૂયોર્ક, ચેન્નાઇ સુપરકિંગ્સે ટેક્સાસ, કોલકાતા નાઈટ રાઇડર્સે લોસ એન્જલસ અને દિલ્હી કેપિટલ્સે સિએટલ જેવી ટીમમાં રોકાણ કર્યું છે.
જાણો ખેલાડીઓની સેલેરી…
પ્રથમ રાઉન્ડમાં ડ્રાફ્ટ થયેલા ખેલાડીઓ માટેની સેલરી કેપ $75,000, બીજા રાઉન્ડમાં ડ્રાફ્ટ થયેલ ખેલાડીઓ માટેની કેપ $65,000, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં ડ્રાફ્ટ થતા ખેલાડીઓ માટે અનુક્રમે $50,000 અને 40,000 ડોલર્સ, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા રાઉન્ડ માટેની કેપ $ 35,000, $25,000, $15,000 અને $10,000 રાખવામાં આવી છે.
MI ન્યુયોર્ક પહોચી ફાઈનલમાં
મેજર લીગ ક્રિકેટના બીજી કોલીફાયર મેચમાં ટેકસાસ સુપર કિંગ્સ અને MI ન્યુયોર્ક વચ્ચે મેચ રમાય રહી હતી.ત્યારે આ મેચમાં MI ન્યુયોર્કએ ટેકસાસ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવીને ફાઈનલમાં પહોચી હતી.
These two & their banter 😂💙
Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg
— MI New York (@MINYCricket) July 29, 2023
પોલાર્ડ એ બ્રાવોથી લીધો બદલો
આ મેચ દરમિયાન મેચ બાદ એક જોરદાર ઘટના બની હતી.આ દરમ્યાન પોલાર્ડ બ્રાવોનો મજાક ઉડાવ્યો હતો. એમઆઈ ન્યૂયોર્ક તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે.ત્યારે તેમણે ઈશારાથી ઘર જવા કહ્યું છે. આ દરમિયાન બ્રાવોએ પણ પોલાર્ડની વાતનો જવાબ આપવા માટે તેને સલામી આપી હતી.આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જે વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
IPL 2023માં બ્રાવોએ પણ કરી હતી મસ્તી
ડ્વેન બ્રાવો અને કાયરન પોલાર્ડ વચ્ચે હંમેશા સારી મિત્રતા જોવા મળે છે. IPL 2023ની સિઝનમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રોફીને પોતાના નામે કરી હતી, તો બ્રાવોએ પોલાર્ડ સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પોતાનાથી વધુ T-20 ટ્રોફી જીતીને પોલાર્ડની મસ્તી કરી હતી.
ફાઈનલમાં સિએટલ ઓર્કોસ સાથે ટક્કર
બીજી ક્વોલીફાયર મેચમાં એમઆઈ ન્યૂયોર્કની ટીમને 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એમઆઈ ન્યૂયોર્કે 19 ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. ટીમ તરફથી ટાર્ગેટનો પીછો કરવા સમયે ડેવાલ્ડ બ્રેવિસે અમણન 41 રનની ઈનિંગ રમી હતી.આ ઉપરાંત સયાન જહંગીરે 36 અને ટીમ ડેવિડે 33 રનની ઈનિંગ રમી હતી.
કોના વચ્ચે રમાશે ફાઈનલ
મેજર લીગ ક્રિકેટમાં હવે ફાઈનલ એમઆઈ ન્યૂયોર્કની ટીમ અને સિએટક ઓર્કોસ વચ્ચે જંગ જોવા મળશે.
આ પણ વાંચો : સિકસ મારીને પણ બેટ્સમેન થયો આઉટ! સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વિડીયો