ગેરકાયદેસર નોનવેઝની લારીઓ બંધ કરાવવા ધારાસભ્યની રજૂઆત
- અમરેલીના રાજુલા જાફરાબાદના ધારાસભ્યએ કરી રજૂઆત, ગેરકાયદેસર નોનવેઝની લારીઓ હટાવવા નગરપાલીકાને રજૂઆત.
શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે દરેક ધર્મ પ્રેમીઓ એવું જ ઈચ્છે કે પોતાના વિસ્તારમાં જે નોનવેઝનું વેચાણ થાય છે એ બંધ થાય તો વધું સારુ ત્યારે એવામાં જ અમરેલી જિલ્લામા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આજે અમરેલી SP હિમકર સિંહને રૂબરૂ લેખિતમાં રજુઆત કરી છે. રાજુલા શહેરના વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લાયસન્સ આપવામાં ન આવ્યા હોવા છતાં નોનવેઝની લારીઓ, કેબીનો ધમધમી રહી છે. તે તાકીદે બંધ કરાવવા માટેની રજૂઆતો કરવામાં આવી છે.
લાયસન્સ ન હોય તેવી નોનવેઝની લારીઓ પર પ્રતિબંધની માંગ:
રાજુલા શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તાર આગરીયા જકાતનાકા વિસ્તાર ડુંગર રોડ બાયપાસ સહિત વિસ્તારમાં ચાલતા કેબીનો અને નોનવેઝ વેચાણ બંધ કરાવવા માટે રજૂઆતો કરવામાં આવી છે વિવિધ વિસ્તારમાં ઈંડા કે અન્ય ખધપદાર્થ નોનવેઝ ખુલ્લેઆમ વેચાણ અંગે કોઈ પ્રકારનું લાયસન્સ નથી નગરપાલિકા દ્વારા અધિકૃત રીતે પરવાનગી આપવામાં આવી નથી ક્યારેક ક્યારેક આવા સ્થળોએ મારા મારી કે તોફાન તકરારના બનાવો બનતા હોય છે જેથી તાકીદે બંધ કરાવવા અમરેલી એસપી ચીફ ઓફિસર નગરપાલિકા વહીવટદાર મામલતદાર સહિત અધિકારીઓને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
કેમ ધારાસભ્ય પોતે જ જઈને કરી માંગ?
રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો વેપારીઓ દ્વારા ધારાસભ્યને ગેરકાયદેસર નોનવેઝ વેચાણ બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું નહતું. તેથી અંતે ધારાસભ્યને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. તેથી આજે એસપી સહિત કક્ષાના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા: થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ