ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા તાલુકા સંકલન બેઠક : પ્રજા ને અગવડતા ના પડે તે જોવા ધારાસભ્યની વિભાગોને અપાઈ સૂચના

Text To Speech

પાલનપુર : ડીસા માં ગઈકાલે સાંજે નાયબ કલેક્ટર કચેરી ખાતે તાલુકા સંકલન ની બેઠક યોજાઇ હતી, જેમાં તહેવારોના સમયમાં લોકોની સુખાકારી ની સાથે સાથે ગ્રામીણ વિસ્તારો ની સમસ્યાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ડીસામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને નાયબ કલેકટર નેહા પંચાલની અધ્યક્ષતામાં તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં યુજીવીસીએલ, નગરપાલિકા, માર્ગ અને મકાન, પોલીસ, તાલુકા પંચાયત, મામલતદાર, આરોગ્ય , આંગણવાડી સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ડીસા શહેરમાં નવી પોલીસ ચોકી શરૂ કરવા માટે, ગ્રામીણ વિસ્તારમાં વીજળીની સમસ્યાઓ તેમજ આરોગ્ય લક્ષી સમસ્યાઓ હલ કરવા માટે રજૂઆત થઈ હતી. આ સિવાય ડીસા શહેરથી ગામડાઓને જોડતા માર્ગોનું રીપેરીંગ અને નવીનીકરણ, રોડની બંને સાઈડ જંગલ કટીંગ, તળાવો નીમ કરવા માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જ્યારે તહેવારોને લઈને ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને સુખાકારીમાં વધારો થાય તે માટે નાયબ કલેક્ટર અને ધારાસભ્યએ તમામ વિભાગના કર્મચારીઓને સુચના આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ઊભી થશે લાખો રોજગારની તકો, 32 જિલ્લામાં 45 હજાર કરોડથી વધુના MoU થયા

Back to top button