અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2024, ગુજરાત વિધાનસભામાં આજે માર્ગ મકાન, શિક્ષણ, બંદર, નાગરિક પુરવઠા, આદિજાતિ વિકાસ યોજના પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં શિક્ષણના મુદ્દે થયેલી ચર્ચામાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારની ટીકાઓ કરી હતી. તેમણે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે, શાળાઓમાં પૂરતા ઓરડા અને શિક્ષકો નથી.
નેતાઓએ પોતાના બાળકો સરકારી સ્કૂલોમાં ભણાવવા જોઈએ
ગેનીબેને ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, રાજ્યના તમામ 182 ધારાસભ્યો, સચિવો અને તમામે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા જોઈએ.જો આપણને જ એમા ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે. સરકારે શિક્ષણમા સુધારો લાવવો જરુરી છે.રાજ્યમાં નવા બ્રિજ અને બની રહેલા બ્રિજ પડી જાય છે અને લોકોના મૃત્યુ થયા છે. સરકારી કચેરીઓના મકાનો જર્જરિત છે કેટલાક તો બંધ કર્યા છે.
6 થી 12 સુધીની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવાશે
ગઈકાલે ગુજરાત વિધાનસભામાં સર્વસંમતિથી શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાના શિક્ષણ વિભાગના નિર્ણયના અસરકારક અમલીકરણ માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટી એ પ્રસ્તાવને આવકાર્યો અને સમર્થન આપ્યું, ત્યારે કોંગ્રેસના સભ્યોએ શરૂઆતમાં તેમનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ બાદમાં મતદાન દરમિયાન તેનું સમર્થન કર્યું હતું, જેના પગલે ગૃહમાં સરકારનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 6 થી 12 સુધીની શાળાઓમાં ભગવદ ગીતાના આદર્શો અને મૂલ્યો ભણાવવામાં આવશે.
આ પણ વાંચોઃશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે 2022-23માં 92.38 ટકા રકમનો ખર્ચ કર્યો