મંત્રી મંડળમાં વડોદરાને સ્થાન ન મળતા વિરોધ, ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો રોષ


ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે વડોદરાની પાંચ બેઠકો પર પણ ભાજપને મળી છે. છતા પણ વડોદરાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા માંજલુપરના ધારાસભ્ય યોગશ પટેલમાં રોષ જોવા મળ્યો હતો.અને તેમણે આ બાબતે વડોદરાના ધારાસભ્યોને સરકાર સામે અવાજ ઉઠાવવાનું નિવેદન આપ્યું હતું.
યોગેશ પટેલે અભિવાદન સમારોહમાં રોષ વ્યક્ત કર્યો
યોગેશ પટેલને હાલમાં જ વિધાનસભામાં પ્રોટેમ સ્પિકર બનાવવામાં આવ્યા છે. તેઓ આવતી કાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે આ પહેલા વડોદરામાં અભિવાદન સમારોહમાં તેઓએ હાજરી આપી. અહી તેમણે વડોદરામાં ભાજપને પાંચ સીટો મળવા છતા એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા રોષની લાગણી વ્યક્ત કરી હતી. અને વડોદરાના તમામ ધારાસભ્યોને એકજૂઠ થઇ સરકાર સામે અવાજ ઉઠાવવાનું કહ્યું હતું.
ધારાસભ્યોને સરકાર સામે અવાજ ઉઠાવવા કહ્યું
વડોદરા શહેરમાં બહુમતીથી જીતેલા ધારાસભ્યો માટે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાની પાંચ બેઠકોના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આપવામાં આવ્યુ હતું. આ અભિવાદ કાર્યક્રમમાં યોગેશ પટેલે વડોદરાના એક પણ ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતુ કે સૌરાષ્ટ્ર, કાઠીયાવાડના ધારાસભ્યો રજૂઆત કરીને પોતાના વિસ્તારના કામો કઢાવી જાય છે. અને આપણા વિસ્તારના લોકો એવું વિચારે છે કે સરકાર સામે અવાજ ઉઠાવીશું તો ટિકિટ નહીં મળી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે બધાએ હવે એક જૂઠ થવું પડશે. અને બધાએ સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે.
આ પણ વાંચો :સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત