કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાજપમાં ભડકો! જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે થઈ રકઝક

Text To Speech

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં પક્ષનો આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એકવાર જાહેર મંચ પર ગુજરાત ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દીક યુદ્ધ થયું છે. જેમાં ધારાસભ્યએ જાહેરમાં બધાની સામે સાંસદને સંભળાવી દીધી હતી. જાહેર મંચ પર ગુજરાત ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપી વધી જતા જિલ્લા પોલીસ વડાએ વચ્ચે પડવું પડ્યું હતું.

ધારાસભ્ય રીવાબા, સાંસદ પુનમ બેન અને મેયર વચ્ચે રકઝક

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપમાં આંતરિક કલેશના રોજ કોઈકને કોઈક કિસ્સો સામે આવી રહ્યો છે.ત્યારે આજે જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે રકઝક થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : માત્ર 6 રૂપિયાને કારણે ગુમાવવી પડી સરકારી નોકરી, કોર્ટે પણ ન આપી રાહત

સાંસદ પૂનમબેને દરમિયાનગીરી કરતા રિવાબાએ સંભળાવી દીધું

જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમબેનએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમબેન પર પણ ગુસ્સે થયા હતા. આ વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબા પણ કહી રહ્યા છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે.

આ પણ વાંચો : હાર્ટ એટેકે લીધો વધુ એક યુવાનનો ભોગ, વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા વિદ્યાર્થી ઢળી પડ્યો

Back to top button