ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દા પર લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા લોન આપવામાં આપવામાં આવે છે. પરંતુ સમયસર લોન ન મળવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થાઓને સમયસર લોન આપવા રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
વારાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને આપાવમાં આવતી લોન બાબતે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેમણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યારથીઓ સરકાર દ્વારા આપવામાં આવતી લોન માટે અરજી કરે છે. પરંતુ ઘણો સમય વીતી ગયા પછી તે મંજૂર થતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.
પત્રમાં શુ લખ્યું ?
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે ‘ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય છે અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી, અને વિદેશ ગયા પછી છ-છ મહિના સુધી લોન મળતી નથી.’ જેના કારણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. અને તેમનું ભાવી પણ જોખમમા મુકાય છે’
ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે લોન
મહત્વનું છે કે રાજ્યમાંથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગ દ્વારા અભ્યાસ માટે લોન આપવામા આવે છે. આ લોન કુલ 15 લાખ સુધી આપવામા આવે છે. જેમાં વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ લાગે છે.
આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રીએ વ્યાજખોરોને અંગે કહી મહત્વની વાત, હવે ચેતવણી નહીં પણ એક્શન લેવાશે