ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વણકર સમાજનું અપમાન કરતા ભારે રોષ ફેલાયો છે. જેમાં અધિક કલેક્ટરને ખખડાવતાં વણકર સમાજના આગેવાનોએ આવેદન આપ્યું છે. તેમજ ધાણધાર વણકર સમાજમાં મેવાણી વિરુદ્ધ જબરદસ્ત રોષ ફેલાયો છે. તથા દલિત અધિકારી સમક્ષ ‘હું બેસું પછી તમારે બેસવું’ જેવા વિધાનને સમાજે વખોડયું છે.
આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ
મેવાણીએ નિવાસી અધિક કલેક્ટર સમક્ષ અત્યંત નીંદનીય વાક્ય પ્રયોગ કર્યો
પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં બનાસકાંઠા જિલ્લા ધાણધાર વણકર સમાજના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, રોષે ભરાયેલા ધાણધાર વણકર સમાજે મેવાણીના વિધાનોને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે. આવેદન પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવાસી અધિક કલેક્ટર સમક્ષ અત્યંત નીંદનીય વાક્ય પ્રયોગ કર્યો હતો.
આ પણ વાંચો: સાવચેત રહેજો: રાજ્યમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરતી બાળકોની ગઠિયા ગેંગ સક્રિય
ધાણધાર વણકર સમાજમાં મેવાણી વિરુદ્ધ જબરદસ્ત રોષ ફેલાયો
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના નિવાસી અધિક કલેક્ટરને કહ્યું હતું કે, તેઓ કલેક્ટર કચેરીમાં આવે ત્યારે તમારે મને લેવા આવવાનું અને હું તમારી ચેમ્બરમાં આવું ત્યારે હું ઊભો હોઉ ત્યારે તમારે ઊભા રહેવું, બેસવું નહિ અને હું બેસું પછી તમને કહું ત્યારે જ તમારી ખુરશીમાં બેસવું એટલું જ નહિ પરંતુ તેઓ જવા રવાના થાય ત્યારે કલેક્ટર કચેરીના દરવાજા સુધી મૂકવા જવું જોઈએ. કલેક્ટરને ધારાસભ્યનો પ્રોટોકોલ સમજાવતાં મેવાણીના આવા વિધાનો સામે બનાસકાંઠા જિલ્લા ધાણધાર વણકર સમાજમાં મેવાણી વિરુદ્ધ જબરદસ્ત રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: હું જયારે પણ તણાવમાં હોઉં પ્રમુખ સ્વામી પાસે જઈને ચિંતા મુક્ત થતો: અમિત શાહ
દલિત અધિકારીને ખખડાવતાં સમાજના આગેવાનો ગુસ્સે થયા
ઉલ્લેખનીય છે કે મેવાણીએ દલિત અધિકારીને ખખડાવતાં સમાજના લોકોનું કહેવું છે કે, ધારાસભ્યે વણકર સમાજનું અપમાન કર્યું છે અને આ મામલે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું છે.