અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ પાસે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર ટક્કર કારના પરખચ્ચા ઉડી ગયા હતા અને આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઈજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ઘટનાને પગલે 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત
મળતી માહિતી મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી , જ્યારે ST બસ ડીવાઈડર તોડીને હાઈવેની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું, જ્યારે બે લોકો અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ ઘટનામાં 10 જેટલા લોકે ઇજાગ્રસ્ત થયા અને તેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
108ની ટીમ ઘટનાસ્થળે પહોચી
આ અકસ્માતની જાણ થતાં જ 108ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની 5 એમ્બિલ્યુંસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ સાથે ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.
કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ મળી
આ કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી છે. જેથી આ કાર કોઈ MLAની હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.
આ પણ વાંચો : ભાવનગર : ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને પોલીસે મુદ્દામાલ સાથે દબોચ્યો