ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

MLA ગેનીબેન ઠાકોરે પોલીસ પર ફરી લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો શું કહ્યું

Text To Speech

સતત પોતાના બેબાક તેમજ વિવાદિત નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

ગેનીબેન ઠાકોરના પોલીસ પર ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના સુઈગામના જોરાવરગઠ ખાતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ પોલીસ, બુટલેગરો અને સરકારને લઈને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

જાણો ગેની બેને શું કર્યા આક્ષેપો?

ગેની બેન ઠાકોરે કહ્યું કે “સરકાર અને પોલીસ વ્યસન મુક્તિ માટે કશું કરવાની નથી, પોલીસ બુટલેગરો સાથે મળેલા હોય ત્યાં સુધી દારૂબંધી નહીં થાય.પોલીસ હપ્તા લઈને દારૂના બુટલેગરો પર કેસ કરતી નથી અને દારૂ પીવા વાળા પર કેસ કરે છે. દારૂના કારણે પરિવાર બરબાદ થાય છે એટલે દારૂ વેચવા વાળાના વોટ ક્યારેય જોઈતા નથી, દારુના કારણે પરિવાર બરબાદ થાય છે.

ગેનીબેન-humdekhengenews

 આ પણ વાંચો : મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ અમુલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી

ગેનીબેને જનતા રેડ કરવાની તૈયારી બતાવી

આ સાથે જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂ વેચનારા અને દેશીદારૂ બનાવનાર પર જનતા રેડ કરવાની તૈયારી પણ બતાવી હતી.

બનાસકાંઠા SP, દિયોદર DYSP, LCBને આપી હતી નોટિસ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગેનીબેનના ભાઈને દારૂની બે બોટલ સાથે LCBએ પકડ્યો હતો. જે બાદ ગેનીબેને પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી તેમની રાજકીય કારકાર્દિને નુકશાન પહોંચડ્યું હોવાના આરોપ તેમને લગાવ્યો હતો અને તેના બદલામા તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવીને મિડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે ચૂકવવા જણાવ્યું હતું.

 આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં મહોરમની ઉજવણી, મંત્રી ભિખુસિંહ પરમારએ તાજીયાના કર્યા દર્શન

Back to top button