AAP પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, પોલીસે કાર્યવાહી શરુ કરી
- આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે વન વિભાગના કર્મચારીઓેએ ફરીયાદ દાખલ કરી છે.
ડેડિયાપાડા: અવાર નવાર વિવાદમાં રહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીનમાં ગેરકાયદે કબજો કરી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ સ્થળ પર જઈ કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થતા કર્મચારીઓએ નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ચૈતર વસાવા પર શું આરોપ લાગ્યો ?
ડેડિયાપાડાના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચે વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે તકરાર થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધમકાવ્યા તેમજ મારા-મારી કરી, આ સાથે કર્મચારીઓને જાનથી મારવાની ધમકી પણ આપી હોવાની પોલીસને વન વિભાગના કર્મચારીઓએ રજૂઆત કરી હતી. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. નર્મદા પોલીસે કલમ 386 હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચૈતર વસાવાની પત્ની સહિત ત્રણની અટકાયત:
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાનો ફોન બંધ આવતાં પોલીસે ચૈતર વસાવાના પત્ની, તેમના P.A તેમજ એક ખેડૂતની પોલીસે અટકાયત કરી છે.
આ પણ વાંચો: ફિલ્મોની પાઇરસી રોકવા માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી