અમદાવાદ: રાજ્યમાં અત્યારે ચારે બાજુ ચોમાસુ જામ્યું છે, ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે અને વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં વરસાદ પડતાં જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો વારંમ વાર સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ એક માત્ર સાબરમતિ નદીમાં થાય છે. જ્યારે સાબરમતિ નદીમાં વરસાદના નીર આવવાથી નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવતા હોય છે, જેથી શહેરમાં વરસાદી પાણી શહેરમાં થી જલ્દી નિકાલ થઈ શકે ત્યારે આ વખતે શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને વારંમ વાર થતી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલટી ઉંધમાં હોવાથી એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે.
સાબરમતી નદીનું લેવલ ધટાડવા ભાજપના ધારાસભ્ચએ લખ્યો પત્ર
ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને લખેલા પત્રમાં કહ્યું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે થઈ સાબરમતી નદીનું લેવલ 134ની જગ્યાએ 128 ફૂટ રાખવું જોઈએ. નદીનું લેવલ જો ઓછું હશે તો સાબરમતી નદીમાં ખુલતા વરસાદી નાળામાંથી પાણીનો સીધો ઝડપી નિકાલ થશે, પરંતુ જો નદીનું લેવલ ઓછું નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ રહે છે. જેથી ચોમાસા દરમિયાન નદીનું લેવલ ઓછું રાખવામાં આવે જેનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાશે નહીં.
સાબરમતી નદીના પાણીનું લેવલ ઉંચું હોવાથી પાણી જલ્દી ઉતરતું નથી: ધારાસભ્ય અમિત શાહ
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખી જણાવ્યું હતું કે, મારી વિધાનસભા વિસ્તારનો મોટાભાગનો વિસ્તાર નદીકિનારે આવેલો છે. ધારાસભ્યો સાથેની સંકલન મિટિંગમાં પણ જણાવ્યુ હતું કે, નદીનું 128 ફૂટનું લેવલ રાખવામાં આવે તો વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉદભવતો નથી. શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદથી નદીમાં પાણીનું લેવલ 134.5 ફૂટનું હતું. જે પાણીનું લેવલ ઓછું કર્યાના બે કલાક બાદ નદીમા પાણી ઉતરતા નદીમાં નાખવામાં આવેલી વરસાદી નાળા બેક મારે છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારના પાણી ઉતરતા નથી.
આ પણ વાંચો: દૂષિત પાણીમાં નાહવાનું ટાળજો, નહીંતર થઈ શકે છે આ ભયાનક બિમારી
આ અનેક વિસ્તારોમાં પાણી ઉતરવામાં વાર લાગે છે:
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં નેહરૂનગર, માણેકબાગ, સી.જી.રોડ, મીઠાખળી અંન્ડરપાસ, પરિમલ અંડરપાસ, વાસણા બસસ્ટેન્ડ, જીવરાજ મહેતા રોડ, શ્રેયસ ફાટક પાસે, શારદા મંદિર રોડ પર પાણી ભરાતાં વાહન વ્યવહાર પર માઠી અસર પડે છે. પાણીનું લેવલ વધુ હોવાથી વિસ્તારમાં પાણી ઉતરવામાં વાર લાગે છે અને આનું પાણી બેક મારતા પશ્ચિમ વિસ્તારના નદીકાંઠાના વિસ્તાર મીઠાખળી, પાલડી, વાસણા, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાય રહે છે અને જલ્દી પાણી ઉતરતું નથી. ચોમાસાને ધ્યાનમાં રાખી વાસણા બેરેજના લેવલમાં 128 ફૂટ પાણી રાખશો તો કોઇ પ્રશ્ન ઉદભવશે નહીં.
આ પણ વાંચો: વડાપ્રધાન વિરૂદ્ધ અપશબ્દ બોલવા અપમાનજનક છે પરંતુ રાજદ્રોહ નથી: કર્ણાટક હાઇકોર્ટ