રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢના ચાર રાજ્યોના પરિણામો જાહેર થયાના એક દિવસ બાદ સોમવારે મિઝોરમમાં પણ મતગણતરી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ ઉત્તરપૂર્વીય રાજ્યમાં કુલ 40 વિધાનસભા બેઠકોમાંથી 27 બેઠકો સાથે વિજય મેળવ્યો – મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ને 10 બેઠકો મળી હતી. જ્યારે કે, ભાજપ બે બેઠકો સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે કોંગ્રેસ રાજ્યમાં એક બેઠક મેળવવામાં સફળ રહી છે અને રાજ્યમાંથી સત્તા પરિવર્તન થયું છે. હવે MNF ના સ્થાને ZPM નવી સરકાર બનાવશે.
વર્તમાન સીએમ જોરામથાંગાએ રાજીનામું આપ્યું
મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું જેમાં 80.43 ટકા મતદાન થયું હતું. એક્ઝિટ પોલના પરિણામોએ સત્તાધારી MNF અને ભૂતપૂર્વ IPS અધિકારી લાલદુહોમાના ZPM વચ્ચે કાંટે કી ટક્કરના સંકેત આપ્યો હતો. કેટલાકે આગાહી કરી હતી કે મુખ્ય પ્રધાન જોરામથાંગાની આગેવાની હેઠળના શાસક MNFને ફાયદો છે, જ્યારે કેટલાકે ZPM માટે વિજયનો અંદાજ મૂક્યો હતો. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ને 40 સીટોની વિધાનસભામાં હાફવે માર્ક વટાવીને 27 સીટો પર વિજેતા જાહેર કરવામાં આવી છે. ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ સેરછિપ મતવિસ્તારમાં સ્પષ્ટ જીત મેળવી છે. દરમિયાન દરમિયાન, રાજ્યના આરોગ્ય પ્રધાન અને MNF ઉમેદવાર આર લાલથાંગલિયાનાને દક્ષિણ તુઇપુઇ બેઠક પર ZPMના જેજે લાલપેખલુઆ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ડી સાંજે વર્તમાન સીએમ જોરામથાંગાએ રાજીનામું આપ્યું હતું.
લાલદુહોમા મિઝોરમના નવા CM બનવાની સંભાવના
મિઝોરમની ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટએ જોરદાર જીત મેળવી છે. રાજ્યની કુલ 40 બેઠકોમાંથી ZPMએ 27 બેઠકો મેળવી હતી. ત્યારે હવે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જોરમ પીપલ્સ મૂવમેન્ટના વડા લાલદુહોમા મિઝોરમના આગામી સીએમ બની શકે છે.