ગુજરાતટોપ ન્યૂઝ

ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકનારનો પર્દાફાશ

  • મિતુલ ત્રિવેદીએ ચંદ્રાયન-૩ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કર્યો
  • પોલીસ કમિશનર કચેરીથી મિતુલ રફૂચક્કર થઈ ગયો હતો
  • ભાંડો ફુટતા શહેરીજનો, સોશિયલ મીડિયામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા

ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકનારનો પર્દાફાશ થયો છે. જેમાં સુરતના મિ.ફોડ મિતુલ ત્રિવેદીનો ચહેરો બેનકાબ થયો છે. તેમાં અનેક લોકોએ એવું કહ્યું કે, મિતુલ એક નંબરનો ખોટાડો છે. તથા પોલીસ કમિશનર કચેરીથી મિતુલ રફૂચક્કર થઈ ગયો હતો. તેમજ તેની પાસે કોઈ પુરાવા જ નથી.

આ પણ વાંચો: સુરત: હિન્દુ વિસ્તારમાં ઘર લેવા વિધર્મીએ કર્યું ખોટુ કામ અને ભરાયો 

ભારતે ચંદ્રયાન-૩ મિશનની સફળતા સાથે જ વિશ્વફલકે ગૌરવભેર ગર્જના કરી

ભારતે ચંદ્રયાન-૩ મિશનની સફળતા સાથે જ વિશ્વફલકે ગૌરવભેર ગર્જના કરી છે. જોકે, દરેક દેશવાસીઓની દેશપ્રેમની લાગણીનો ગેરફાયદો ઉઠાવી સુરતના મિસ્ટર ફ્રોડ મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકી હતી. મિતુલ ત્રિવેદીની હવાબાજીનો ભાંડો ફુટતા બુદ્ધિજીવી વર્ગ, શહેરીજનો, સોશિયલ મીડિયામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બીજીબાજુએ મિતુલ ત્રિવેદી સામે ગુનો દાખલ કરવા માટે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ મથકમાં અરજી થઇ હતી. જ્યારે સુરત શહેર પોલીસ મિશનર દ્વારા પૂછતાછ માટે તેડું મોકલ્યા બાદ કચેરીએથી પણ રફુચક્કર થઇ ગયો હતો.

આ પણ વાંચો: નવા મતદારોની નોંધણી માટે ભાજપ સજ્જ, મતદાતા ચેતના અભિયાન ઉપાડયું

મિતુલ ત્રિવેદીએ ચંદ્રાયન-૩ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કર્યો

એલ.પી.સવાણી રોડ સ્થિત સ્વાતિ સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ ચંદ્રાયન-૩ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કર્યો હતો. પ્રથમ તબક્કે બુધવારે રાત્રિએ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ સોશિયલ મીડિયામાં મિતુલ અને તેના શિક્ષકની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. ત્યારબાદ ગુરુવારે દિવસભર આપેલા ઇન્ટરવ્યૂમાં મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે, 2011ના વર્ષથી ઇસરોમાં અને 2013ના વર્ષની નાસામાં કામ કરું છું. અગાઉ ચંદ્રયાન-2 અને મંગળ મિશનમાં પણ જોડાયો હતો. આ વખતે ચંદ્રયાન-૩ મિશનના વિક્રમ લેન્ડરની ડિઝાઇન તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.

ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ મથકમાં અરજી કરાઇ

જોકે, તેની વાતો અને દાવામાં ભેદભરમ હોઈ અનેક પ્રશ્નો સાથે તેની હવાબાજીનો ભાંડો ફોડ્યો છે. દરમિયાન શુક્રવારે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ મથકમાં અરજી કરી તેની સામે ગુનો દાખલ કરવાની માંગણી કરાઇ હતી. ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક હોવાની ખોટી વાતો કરી મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-૩ની સફળતામાં પણ ફાળો હોવાની સસ્તી પ્રસિદ્ધિ મેળવી શહેરીજનોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. ખોટી ડંફાશો મારી છે. ખોટી પ્રસિદ્ધિ મેળવી સુરતવાસીઓની નાલેશી થાય એવું કૃત્ય કર્યું છે. તેની સામે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનું ભાન કરાવવું જોઇએ. બીજીબાજુએ સુરત પોલીસ કમિશનર દ્વારા તેને પૂછતાછ માટે તેડું મોકલ્યું હોવા છતાં કચેરી પરિસરમાં મીડિયાકર્મીઓની ભીડ હોવાનું કહીને ભાગી ગયો હતો.

Back to top button