ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મિથુન ચક્રવર્તીને ફિલ્મ શૂટિંગ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં દાખલ

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 10 ફેબ્રુઆરી: પીઢ અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટની માનીએ તો, અભિનેતાને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમના ફેન્સ ચિંતામાં છે અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન તબિયત બગડી

મિથુન ચક્રવતી 73 વર્ષના છે. 10 ફેબ્રુઆરી એટલે શનિવારની સવારે તેમને અચાનક જ છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. થોડી બેચેની પણ અનુભવાઈ રહ્યા હતા. તેમની તબિયત વધુ બગડે તે પહેલા  તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત કેવી છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ફેન્સ પણ ચિંતામાં સરી પડ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે મિથુન ચક્રવર્તી પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શૂટિંગ દરમિયાન તેમને લાગ્યું કે તેની તબિયત બગડી રહી છે. તે ત્યાં જમીન પર બેસી ગયા. જે બાદ ટીમ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી

મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા

મિથુન ચક્રવર્તીને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. પદ્મ ભૂષણની જાહેરાત બાદ તેમણે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ સ્નમાન મેળવીને તેઓ ખુશ છે. હું દરેકનો આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી. માંગ્યા વિના કંઈક મેળવીને અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ એક ખૂબ જ અદ્ભુત અને અલગ લાગણી છે.

એક્ટરને અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

આ પહેલા વર્ષ 2022માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ પરેશાન થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. જે બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

આ પણ વાંચો: ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે પેરેન્ટ્સ બનવાના ન્યુઝને ખાસ અંદાજમાં શેર કર્યા!

Back to top button