ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

મિથિલાના મખાણાને મળ્યો GI ટેગ, સ્વસ્થ્ય માટે શ્રેષ્ઠ મખાણા અંગેની કેટલીક રસપ્રદ વાતો

Text To Speech

રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતાં મિથિલા મખાણાને કેન્દ્ર સરકાર તરફથી જિયોગ્રાફિક્લ ઈન્ડિકેશન ટેગ (Geographical Indication Tag) આપવામાં આવ્યો છે. જેના કારણે દેશભરમાં મખાણાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળશે સાથે જ મખાણાનું ઉત્પાદન પણ આગામી દિવસોમાં વધતું જોવા મળશે. વિશ્વના લગભગ 80-90 ટકા મખાણાનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે. જો કે સમગ્ર દેશમાં મખાણાની ખેતી લગભગ 15 હજાર હેક્ટરમાં થાય છે, પરંતુ તેનું 80-90 ટકા ઉત્પાદન માત્ર બિહારમાં થાય છે. બિહારમાં મખાણા સંશોધન કેન્દ્ર પણ છે. ખાસ વાત એ છેકે મખાણાને કમળના બીજ પણ કહેવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું કે, મિથિલાના મખાણાને GI ટેગ આપવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક ખેડૂતોને લાભ મળશે અને ભારત ઉપરાંત વિદેશમાં જે મખાણાની સૌથી વધુ માંગ છે તેને પણ સારો પ્રતિભાવ મળશે. સામાન્ય રીતે મખાણા હેલ્થ માટે ઘણાં સારા છે. જેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન અને ફાયબર હોય છે સાથે જ કેલ્શિયમનો પણ મોટો સ્ત્રોત તેમાં રહેલો છે. મખાણામાં 9.7 ગ્રામ પ્રોટીન અને 14.5 ગ્રામ ફાયબર રહેલા છે.

GI ટેગ શું છે? 

GI ટેગ એટલે અંગ્રેજીમાં Geographical Indications of Goods એટલે કે જે વિસ્તારમાં વસ્તુ મળી આવતી હોય તેને તે વિસ્તારની સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવે. આ માટેનો કાયદો 2003માં લાગુ થયો હતો. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) અનુસાર, જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ એ એક પ્રકારનું લેબલ છે જે ઉત્પાદનને ચોક્કસ ભૌગોલિક ઓળખ આપે છે. એક ઉત્પાદન જેની વિશેષતા અથવા પ્રતિષ્ઠા મુખ્યત્વે કુદરતી અને તે વિસ્તારના માનવીય પરિબળો પર આધારિત છે. ભારતના કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી ચોક્કસ વસ્તુનો કાનૂની અધિકાર તે રાજ્યને આપવામાં આવે છે. આ ટેગ અન્ય સ્થળોએ કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાનમાં મળી આવતા અથવા ઉત્પાદિત માલ સામનના ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે છે. જેનાથી તેનો દૂરપયોગ અન્ય કોઈ સ્થાનો પર કરી ન શકાય.

Makhana GI Tag 01

જાણો મખાણા ખાવાના ફાયદા :

  • – મખાણા ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જો તમે પાતળા શરીરથી પરેશાન થઇ ગયા હોવ તો મખાણાના સેવનથી તમારું વજન વધશે અને સાથે જ મસલ્સ મજબૂત થવામાં મદદ મળશે. આ સિવાય મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર થશે
  • મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ્સ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.
  • મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમાં ખાવ. આ તમારી ભૂખને શાંત કરશે અને ઘણાં હેલ્ધી છે. મખાણાને શેકવા માટે ગાયનું ઘી કે લો-ફેટ બટરનો ઉપયોગ કરી શકાય
  • મખાણા ઉંમરની અસરને બેઅસર કરે છે. આ નટ્સ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાના કારણે ઉંમર લોક સિસ્ટમ તરીકે કામ કરે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખશે. મખાણા પ્રીમેચ્યોર એજિંગ એટલે કે સમય પહેલા આવતા ઘડપણ પ્રીમેચ્યોર વ્હાઈટ હેર કરચલીઓ અને એજિંગના લક્ષણોના જોખમથી બચાવવામાં મદદરુપ થાય
  • મખાણાનું સેવન કિડની અને હ્રદય માટે ફાયદારુપ છે. કિડનીને મજબૂત બનાવવા અને લોહીને પોષણ મળે તેમાં મદદરુપ થાય છે. નિયમિત રીતે મખાણા ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
  • મખાણા કેલ્શિયમથી ભરપૂર હોય છે માટે તેનાથી સાંધાના દુખાવા આર્થરાઈટિસ વગેરેમાં ફાયદારુપ બને છે. સાથે જ તેનું સેવન કરવાથી શરુરના કોઈ પણ અંગમાં પીડા હોય જેમ કે કમર કે ઘૂંટણની પીડા તેમાં સરળતાથી રાહત મળે છે.

આ પણ વાંચો : Personality Development Tips: જીવનમાં આ આદતો અપનાવો, થશે જોરદાર ચમત્કાર

Back to top button