ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મિશન ગુજરાત : બનાસકાંઠાની મોરિયા મેડિકલ કોલેજમાં બેઠક

Text To Speech

પાલનપુર : ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ પક્ષ એક્શન મોડ માં આવી ગયો છે. ત્યારે બે દિવસથી ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પાલનપુરની મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ઉત્તર ઝોન અને કચ્છ જિલ્લાની મહત્વની બેઠક યોજાઇ હતી. સવારે 10:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી અપેક્ષિત કાર્યકરો સાથે આ બેઠક યોજાઇ હતી.

જેમાં આઠ જિલ્લાના 350 જેટલા મહત્વના હોદ્દેદારોને ચૂંટણીને લઈને આ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય, તત્કાલીન ધારાસભ્યો સાથે પણ તેઓએ બેઠક કરી હતી. આ બેઠક અગાઉ પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર અને મહામંત્રી રજની પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં હોદ્દેદારો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે.

અમિત શાહ

વિધાનસભા ચૂંટણીને લઇ ઘડાશે રણનીતિ

કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બનાસ મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સમીક્ષા કરવામાં આવનાર હોવાનો સૂત્રનો કહેવું છે. જ્યારે આઠ જિલ્લાના હોદ્દેદારોને ચૂંટણીઓને લઈ માર્ગદર્શન આપીને રણનીતિ ઘડવામાં આવી રહી હોવાનો સૂત્ર એ ઉમેર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પત્રકારો સાથે પણ શુભેચ્છા બેઠક કરી હતી, અને ઔપચારિક વાતચીત કરી દિપાવલીની શુભેચ્છા પાઠવી હતી. ગૃહ મંત્રી અમિત શાહ જ્યારે મોરિયા ખાતે બનાસ મેડિકલ કોલેજમાં પહોંચ્યા ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું

Back to top button