- આજે વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે
- ‘પ્રોજેકટ ટાઈગર’ના 50 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી
- PM મોદી દેશમાં વાઘની વસ્તીના આંકડા પણ જાહેર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. તેઓ આજે રાજ્યના બાંદીપુર અને મુદુમલાલ ટાઈગર રિઝર્વની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ અહીં વાઘને બચાવવા માટે 50 વર્ષ પહેલા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ટાઇગરની વર્ષગાંઠ પર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ આજે દેશમાં વાઘની વસ્તીના આંકડા પણ જાહેર કરશે.
પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થયાની ઉજવણીના ઉદ્ઘાટન માટે બાંદીપુર પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ ખાતે આવ્યા છે.. પ્રોજેક્ટ ટાઇગર 1973માં શરૂ થયો ત્યારે વાઘની સંખ્યા 12 હતી. મોદી આજે મૈસુરમાં વાઘના તાજેતરના આંકડા જાહેર કરશે.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Bandipur Tiger Reserve in Karnataka pic.twitter.com/Gvr7xpZzug
— ANI (@ANI) April 9, 2023
વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે કર્ણાટકની તેમની આઠમી મુલાકાતના ભાગરૂપે શનિવારે મૈસુર પહોંચ્યા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોદી આજે બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા પહોંચ્યા છે. PM મોદી ‘પ્રોજેક્ટ ટાઇગર’ના 50 વર્ષ પૂરા થવા પર વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરશે. વડા પ્રધાનના પ્રવાસ કાર્યક્રમ મુજબ, મોદી મૈસુરમાં રાત્રિ રોકાણ કરી આજે સવારે 7.15 વાગ્યે બાંદીપુર ટાઇગર રિઝર્વની મુલાકાતે પહોંચ્અયા છે. અને આજે 11 વાગ્યે વાઘની સંખ્યાના આંકડા જાહેર કરશે.
વાઘ સંરક્ષણ માટે અમૃત કાલનું વિઝન’ રજૂ કરશે
મોદી ‘વાઘ સંરક્ષણ માટે અમૃત કાલનું વિઝન’ રજૂ કરશે અને ‘ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ (IBCA) પણ લોન્ચ કરશે. IBCA માં એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં ‘માર્જર’ પ્રજાતિના સાત પ્રાણીઓ જોવા મળે છે – વાઘ, સિંહ, ચિત્તો, બરફ ચિત્તો, પુમા, જગુઆર અને ચિત્તા. આ સંસ્થા આ પ્રાણીઓના સંરક્ષણ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.