ટ્રેન્ડિંગવર્લ્ડ

ટાઈટેનિક જોવા ગયેલી સબમરિન ગુમ; સવાર છે બ્રિટિશ અબજોપતિ સહિત પાંચ લોકો

હમ દેખેગે ન્યૂઝ: મધ્ય એટલાન્ટિક મહાસાગરમાં એક વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું છે. શોધ ધલ તે સબમરીનને શોધી રહ્યું છે, જે પ્રવાસીઓને લઈને દુનિયાની સૌથી ફેમસ જહાજ ટાઇટેનિકને જોવા માટે નિકળી હતી.

રવિવારે ડૂબકી લગાવનાર આ સબમરીન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યારથી જ આને શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે.

યૂએસ કોસ્ટ ગાર્ડ અનુસાર દરિયાની અંદર ગયાના એક કલાક 45 મીનિટ પછી સબમરીન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ટૂર કંપની ઓશિયનગેટની આ નાની સબમરિનમાં પાંચ લોગ સવાર હતા. કંપનીનું કહેવું છે કે સબમરીનની શોધ માટે દર એક વિકલ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ આઠ દિવસની યાત્રાની ટિકિક અઢી લાખ ડોલર (લગભગ બે કરોડ રૂપિયા) થાય છે. આ ટૂર દરમિયાન સબમરિન ટાઇટેનિક જહાજના કાટમાળ પાસે દરિયામાં 3800 મીટર નીચે ડૂબકી લગાવે છે. અધિકારીઓ અનુસાર સરકારી એજન્સીઓ, અમેરિકા અને કેનેડાની નેવી અને વ્યવસાયિક રૂપથી દરિયાના ઊંડાણમાં જનારી કંપનીઓ આ શોધ અભિયાનમાં લાગી છે.

આ પણ વાંચો- ઈન્ડિગો એરલાઇન્સે સર્જ્યો રેકોર્ડ; 40 લાખ કરોડ રૂપિયામાં ખરીદશે 500 વિમાન

ટાઇટેનિકનો કાટમાળ ઉત્તરી અમેરિકાના દરિયાના સૌથી નજીક બિંદૂ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સથી 700 કિલોમીટર દૂર એન્ટલાન્ટિક મહાસાગરમાં છે.

જોકે, આ સબમરિનની શોધનો અભિયાન અમેરિકાના બોસ્ટનથી ચલાવવામાં આવી રહ્યું છે.

ટાઇટેનિકનો કાટમાળ ઉત્તરી અમેરિકાના દરિયાના સૌથી નજીક બિંદૂ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સથી 700 કિલોમીટર દૂર એન્ટલાન્ટિક મહાસાગરમાં છે

ગુમ સબમરિન ઓશિયન ગેટ કંપનીની ટાઈટન સબમરિન છે, જે એક ટ્રક જેટલી મોટી છે અને તેમાં પાંચ લોકો સવાર છે. સામાન્ય રીતે આ સબમરિનમાં ઇમરજન્સીની સ્થિતિમાં ચાર દિવસ સુધી ચાલે તેટલું ઓક્સજન હોય છે.

સોમવારે બપોરે યુએસ કોસ્ટ ગાર્ડ રીઅર એડમિરલ જોન મૌગરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે અંદાજ લગાવી રહ્યા છીએ કે સબમરીનને શોધવા માટે અમારી પાસે 70 કલાકથી 96 કલાકનો સમય છે.”

તેમણે કહ્યું કે આ સબમરીનની શોધમાં બે એરક્રાફ્ટ અને એક સબમરીન અને સોનારથી સજ્જ ફ્લોટિંગ બાંધને તૈનાત કરવામાં આવ્યા છે.

જો કે તેમણે એમ પણ કહ્યું કે જે વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તે વિસ્તાર દૂર છે અને તેના કારણે ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રીઅર એડમિરલે કહ્યું કે જે લોકો બચાવ કામગીરીમાં સામેલ છે તેઓ આ ઓપરેશનને અંગત રીતે લઈ રહ્યા છે અને સબમરીન પર સવાર લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.

અત્યાધુનિક સબમરિનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, ઇમરજન્સીની સ્થિતિમાં ચાર દિવસ ચાલે તેટલું ઓક્સિજન પણ છે પરંતુ શોધ અભિયાનમાં ચાર દિવસથી વધારે લાગે તો પાંચ લોકોના જીવ જઈ શકે છે

બ્રિટનના અબજોપતિ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગના પરિવારનું કહેવું છે કે તે પણ આ સબમરીનમાં સવાર છે.

58 વર્ષિય હાર્ડિંગ એક સંશોધક પણ છે. ગયા સપ્તાહના અંતે હાર્ડિંગે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, “મને એ કહેતા ગર્વ થાય છે કે હું ટાઇટેનિકના કાટમાળના અભિયાનનો ભાગ છું.”

તેમણે એમ પણ કહ્યું કે ન્યૂફાઉન્ડલેન્ડમાં છેલ્લા ચાર દાયકામાં સૌથી ખરાબ શિયાળાના કારણે 2023માં ટાઇટેનિક પર જવાનું આ એકમાત્ર માનવસહિત મિશન હોઈ શકે છે.

આ પણ વાંચો- 20 જૂનને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરો; સંજય રાઉતે યુએનને પત્ર લખીને કેમ કરી આવી માંગ?

Back to top button