નેશનલ

ચીનના મોરચે મોટું પગલું; ભારત વિયેતનામને મિસાઇલ યુદ્ધ જહાજ આપશે ભેટ, જાણો કેમ છે આ ડીલ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: ચીનના મોરચે ભારતે મહત્વનું પગલું ભર્યું છે. ભારત ચીનના સૌથી મોટા દુશ્મન વિયેતનામને એવી ભેટ આપવા જઈ રહ્યું છે જેની તેને લાંબા સમયથી જરૂર હતી. તે ચીન સાથે વ્યૂહાત્મક મોરચે એક ધાર મેળવશે. અસલમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિયેતનામના સંરક્ષણ પ્રધાન જનરલ ફાન વેન ગિઆંગ સાથે વાતચીત કરી અને જાહેરાત કરી કે ભારત વિયેતનામની નૌકાદળને સ્વદેશી રીતે નિર્મિત મિસાઇલ યુદ્ધ જહાજ INS કિરપાન ભેટમાં આપશે. દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિયેતનામ સાથેના સંબંધો મજબૂત રહેશે

ભારતનું માનવું છે કે આ પગલાથી વિયેતનામ સાથે તેના સંબંધો પહેલા કરતા વધુ સારા થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સ્વદેશી નિર્મિત મિસાઈલ યુદ્ધ જહાજ INS કિરપાનને ભેટમાં આપવી એ વિયેતનામની નૌકાદળની ક્ષમતાઓને વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ અનેક દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી અને ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે જનરલ જિયાંગ 18 જૂને ભારત પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDOની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો- ટાઈટેનિક જોવા ગયેલી સબમરિન ગુમ; સવાર છે બ્રિટિશ અબજોપતિ સહિત પાંચ લોકો

આ ગિફ્ટ કેમ છે મહત્વપૂર્ણ?

અસલમાં ભારત છેલ્લા કેટલાક સમયથી ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર કામ કરી રહ્યું છે. આ દિશામાં વિયેતનામને હિંદ-પ્રશાંત મહાસાગરમાં ભારતનું મહત્વપૂર્ણ ભાગીદાર માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ 2007માં વિયેતનામના તત્કાલિન વડાપ્રધાન ગુયેન તાન ડુંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ બંને દેશોના સંબંધોને નવી દિશા મળી. આ પછી પીએમ નરેન્દ્ર મોદીએ 2016માં વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઘણી આગળ વધી છે.

ચીન સાથે વિયેતનામની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. ચીને ઘણી વખત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે. બંને દેશો વચ્ચે તણાવની અસર ઘણી વખત જોવા મળી છે. ભારત ઉપરાંત અમેરિકા વિયેતનામ સાથે પણ પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે. આ અંગે ચીન અને અમેરિકા વચ્ચે ઘણી વખત તીક્ષ્ણ નિવેદનો પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને શું મળવાની આશા?

Back to top button