ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

Miss World 2023 યોજાશે ભારતમાં, 130 દેશોની સુંદરીઓ ભાગ લેશે સ્પર્ધામાં!

Text To Speech
  • મિસ વર્લ્ડ 2023 સૌંદર્ય સ્પર્ધા યોજાશે ભારતમાં
  • 27 વર્ષ બાદ ફરીથી યોજાશે દેશમાં
  • મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની સીઈઓ મિસ જુલિયા મોર્લેએ આપી માહિતી
  • છેલ્લે ભારતમાંથી માનુષી છિલ્લરે 2017માં આ ખિતાબ જીત્યો હતો
  • જાણો, ક્યારે યોજાશે Miss World 2023?

મિસ વર્લ્ડ 2023 સૌંદર્ય સ્પર્ધા આ વખતે ભારતમાં યોજાવા જઈ રહી છે. ભારતમાં આ ઈવેન્ટ 27 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહી છે. આ માહિતી તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન અને સીઈઓ મિસ જુલિયા મોર્લે દ્વારા આપવામાં આવી છે. ગત વર્ષની મિસ વર્લ્ડ કેરોલિના બિલ્સકાએ ગુરુવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, અને આ સૌંદર્ય સ્પર્ધાની ભારતની યજમાની વિશે માહિતી આપી હતી. આ દરમિયાન મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન અને સીઈઓ જિયા મોરલે પણ હાજર હતી.

 

View this post on Instagram

 

A post shared by Miss World (@missworld)

130 દેશોની સુંદરીઓ આ સ્પર્ધામાં લેશે ભાગ

આપને જણાવી દઈકે કે આ ઇવેન્ટમાં 130 થી વધુ દેશોના સ્પર્ધકો ભાગ લેશે. જેમાં તેઓ અનેક તબક્કાઓમાંથી પસાર થશે. જેમાં ટેલેન્ટ અને સ્પોર્ટસના પડકારો હશે. તે જ સમયે, ઇવેન્ટનો અંતિમ રાઉન્ડ આ વર્ષના અંતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કરવામાં આવશે અને સૌને નવી મિસ વર્લ્ડ મળશે. ભારતમાં 27 વર્ષ બાદ ફરી મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ થવા જઈ રહી છે. અગાઉ આ ઈવેન્ટનું આયોજન ભારતમાં વર્ષ 1996માં કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2022 કેરોલિના બિલાવસ્કાએ ગત દિવસે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટની યજમાની અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ ભારતીય સુંદરીઓ જીતી ચુકી છે મિસ વર્લ્ડનો તાજ

ભારતમાંથી પ્રથમ વખત મિસ વર્લ્ડ બનનાર રીટા ફારિયા હતા. ત્યાર બાદ ભારતમાંથી ઐશ્વર્યા રાય(1994), ડાયના હેડન(1997), યુક્તા મુખી(1999), પ્રિયંકા ચોપરા(2000) અને છેલ્લે માનુષી છિલ્લરે 2017માં ભારત તરફથી મિસ વર્લ્ડનો આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હતો.

આ પણ વાંચો: કેનેડામાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવાની કાર્યવાહી, વડાપ્રધાન ટ્રુડોએ આપી આ ખાતરી

Back to top button