મિસ યુનિવર્સ 2023ની જાહેરાત, જાણો કયા દેશની મોડેલને મળ્યો તાજ
- મિસ યુનિવર્સ 2023ની જાહેરાત કરવામાં આવી છે.
- શેન્નીસ પેલેસિયોસે વિજેતાનો તાજ પહેર્યો.
- ઓસ્ટ્રેલિયાની મોરાયા વિલ્સન અને થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સિલ્ડ પણ ટોપ થ્રીમાં
સાન સાલ્વાડોર: મિસ યુનિવર્સ 2023નો ભવ્ય કાર્યક્રમ 19 નવેમ્બરના રોજ સાન સાલ્વાડોર, અલ સાલ્વાડોરમાં જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મિસ યુનિવર્સ 2023ના ખિતાબની જાહેરાત કરવામાં આવી હતી. શેન્નીસ પેલેસિયોસને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને મિસ યુનિવર્સ 2023નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમને મિસ યુનિવર્સ 2022ની વિજેતા આર્બોની ગેબ્રિયલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અર્બોની મિસ યુએસમાંથી મિસ યુનિવર્સ બન્યા હતા.
MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m
— Miss Universe (@MissUniverse) November 19, 2023
કોણે દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું
શેન્નીસ પેલેસિયોસ નિકારાગુઆના છે અને અગાઉ મિસ નિકારાગુઆનો ખિતાબ જીતી ચૂક્યા છે. શેન્નીસ પેલેસિયોસ મિસ યુનિવર્સ જીતનાર પ્રથમ નિકારાગુઆન મહિલા છે. આ સૌંદર્ય સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના મોરાયા વિલ્સન સેકન્ડ રનર અપ રહ્યા હતા જ્યારે થાઈલેન્ડના એન્ટોનિયા પોર્સિલ્ડ ફર્સ્ટ રનર અપ બન્યા હતા.
શ્વેતાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
આ વર્ષે ચંદીગઢમાં જન્મેલા શ્વેતા શારદાએ મિસ યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ટોચના 20 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તેઓ ટોચના 10માં સ્થાન મેળવી શક્યા નહોતા. આ વર્ષે પાકિસ્તાને પણ પ્રથમ વખત મિસ યુનિવર્સમાં ડેબ્યુ કર્યું હતું.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! 👑 🇳🇮@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023
જીતની ક્ષણ આવી હતી
મિસ યુનિવર્સ જીત્યા બાદ શેન્નીસ પેલેસિયોસ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને તેઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા. તેમણે સફેદ ચમકદાર સ્ટોન વર્ક ગાઉન પહેર્યું હતું. વિડીયોમાં શેન્નીસે એન્ટોનિયા પોર્સીલ્ડનો હાથ પકડેલો જોઈ શકાય છે. તેમના નામની જાહેરાત થતાં જ તે આશ્ચર્યથી રડવા લાગ્યા હતા. આ દરમિયાન રનર અપ બનેલા એન્ટોનિયા પોર્સિલ્ડના ચેહરા ઉપર નિરાશા દેખાઈ રહી હતી.
84 દેશોએ ભાગ લીધો હતો
આ વર્ષે 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 84 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં એકબીજા સામે અદ્ભુત સ્પર્ધા જોવા મળી હતી. આ સ્પર્ધાનું આયોજન અમેરિકન ટેલિવિઝન હોસ્ટ મારિયા મેનુનોસ, જીની માઈ અને મિસ યુનિવર્સ 2012 ઓલિવિયા ક્લ્પો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો, ઉમરગામ GIDCમાં એક કંપનીમાં લાગેલી આગ ત્રણ કંપનીમાં પ્રસરી, ફાયર ફાઈટરની સાત ટીમો ઘટનાસ્થળે