ટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

ચમત્કાર! 5 વર્ષ બાદ કોમામાંથી જાગી મહિલા, આંખ ખોલતા જ શું કર્યું? જાણો

  • અમેરિકાની રહેવાસી અને કાર અકસ્માતનો શિકાર બનેલી જેનિફર પાંચ વર્ષ બાદ આવી ભાનમાં!

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: આ એક એવી છોકરીની વાત છે જે એક રાત પછી નહીં પરંતુ 5 વર્ષની ઊંઘ પછી જાગી છે. આનાથી થોડું આશ્ચર્ય થાય, પરંતુ ખરેખર આવું જેનિફર ફ્લેવેલન સાથે બન્યું છે. તે પાંચ વર્ષથી કોમામાં હતી. જ્યારે તે જાગી ત્યારે તેણે તેની માતા પોતાની સામે મળી. અમેરિકાની રહેવાસી જેનિફર 41 વર્ષની છે. કોઈ અપેક્ષા ન હોવા છતાં જેનિફરની માતા અને બાળકો તેને હોસ્પિટલમાં મળવા આવતા હતા.

પાંચ વર્ષ પહેલા 36 વર્ષની ઉંમરે જેનિફર કાર અકસ્માતનો શિકાર બની હતી. જ્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી ત્યારે તેની માતા અને બાળકો ત્યાં આવીને તેણીની સાથે મસ્તી-મજાક કરતા અને જીવનમાં બનેલી બધી વાતો કહેતા જે મહિલાના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરતું હતું.

 

મહિલાની માતાએ શું કહ્યું ?

જેનિફરની 60 વર્ષની માતા મીન કહે છે કે, ‘તે ઊભી થઈ પણ સંપૂર્ણ રીતે નહીં. તેણી બોલી શકતી ન હતી પણ માથું હલાવતી હતી. શરૂઆતમાં તે ઘણી ઊંઘ લેતી હતી, પરંતુ પછી જેમ-જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ તે મજબૂત થઈ અને વધુ સમય જાગવા લાગી. જેનિફર ફ્લેવેલન લગભગ એક મહિના પહેલા કોમામાંથી જાગી ગઈ હતી. પરંતુ હવે તેમનામાં શું પરિવર્તન આવ્યું છે? તેની માતાએ આ વિશે જણાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ goodnews_movement પર જેનિફરની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

આ ખૂબ જ દુર્લભ છે : હોસ્પિટલના ડૉક્ટર

goodnews_movement દ્વારા કરવામાં આવેલી પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જેનિફરની તેના બાળકો માટે વધુ સારી બનવાની ઈચ્છા સાચી પડી. તે તેના પુત્ર માટે આયોજિત પાર્ટીમાં પણ ગઈ હતી. પુત્રએ કહ્યું કે, તેની માતા તેની સૌથી મોટી સહાયક(Supporter) રહી છે અને તેને ફરીથી સારી રીતે જોવી એ એક ક્ષણ છે જેના પર વિશ્વાસ કરી શકાતો નથી. મિશિગનમાં મેરી ફ્રી બેડ રિહેબિલિટેશન હોસ્પિટલના તેમના ડૉક્ટર રાલ્ફ વાંગ કહે છે કે, ‘આ ખૂબ જ દુર્લભ છે. માત્ર કોમમાંથી જાગવું જ નહીં પરંતુ તબિયતમાં સુધારો થવો પણ. આ ફક્ત 1થી 2 ટકા દર્દીઓ સાથે જ થાય છે, જેઓ જાગે છે અને ખૂબ સુધારો કરે છે.”

આ પણ જુઓ: સ્વાસ્થ્યની ચાવી એવા યોગનો ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરોઃ શિશપાલજી

Back to top button