વર્લ્ડ

લાચારી વચ્ચે ચમત્કારઃ તુર્કીમાં 141 થી 228 કલાક પછી કાટમાળમાંથી 63 લોકોના જીવ બચ્યાં

તૂર્કીમાં આવેલા ભૂકંપથી તુર્કીમાં કરુણ દ્રશ્યો જોવા મળે છે. આ ભયંકર ભૂકંપને લીધે તૂર્કીમાં ચારેતારફ લાચારીના કરુણ દ્રશ્યો જોવા મળે છે. ઘણાએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા, કોઈએ મા તો કોઈ એ પિતા ગુમાવ્યા, કોઈએ પતિ તો કોઈએ પત્ની ગુમાવ્યા, કોઈએ પોતાના સંતાન  તો કોઈએ પોતાના ભાઈ બહેન ગુમાવ્યા છે. લાચારીમાં કાટમાળ વચ્ચે દટાયેલા લોકો જીવે તો કેટલું જીવે. ઘણી જગ્યાએ બચાવકર્મીઓ કાટમાળની અંદર અવાજ આપતા જોવા મળે છે. એક જ આશા છે કે કોઈ જવાબ આપશે. આ દરમિયાન ચારેબાજુ ભયંકર મૌન જોવા મળે છે. છેલ્લા 141 થી 228 કલાક પછી પણ 63 લોકોના જીવતા બહાર કાઢવામાં આવ્યા.

આ પણ વાંચો : તુર્કી ભૂકંપમાં એક ભારતીયનું પણ મોત, ભારતીય દૂતાવાસે કરી પુષ્ટિ

તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના 10મા દિવસે કાટમાળમાંથી બે મહિલાઓને જીવતી બહાર કાઢવામાં આવી હતી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. 8 ફેબ્રુઆરી, સોમવારે આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 41 હજારને પાર કરી ગયો છે. જેમ જેમ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે તેમ તેમ મૃતકોની સંખ્યા વધી રહી છે. દર્દમાં કણસતા લોકોને એક જ આશા હોય છે છે કે કોઈ તેમનો અવાજ સાંભળે અને તેમનો જીવ બચાવે.

આ પણ વાંચો : ભારતીય સેનાએ તુર્કીના ભૂકંપ પીડિતોનું દિલ જીતી લીધું, લોકોએ કહ્યું- ‘ભારતનો આભાર’

42 વર્ષ અને 77 વર્ષની બે મહિલાઓને 222 કલાક પછી તુર્કીમાં ભૂકંપનું કેન્દ્ર કહરામરાસમાં કાટમાળમાંથી જીવતી બચાવી લેવામાં આવી હતી. બચાવ ટીમ અને પરિવારના સભ્યો માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવી જ રીતે તુર્કીના હાતાએમાં કાટમાળ નીચે દટાયેલી એક મહિલા અને તેના બે બાળકોને 228 કલાક બાદ જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. એક આંકડા અનુસાર, ભૂકંપના 141 કલાક થી 228 કલાક પછી સુધી 63 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. જે એક ચમત્કારથી ઓછુ નથી.

આ પણ વાંચો : તુર્કી ભૂકંપ: ‘મિત્ર એ છે જે સમયસર કામ આવે’, તુર્કીના રાજદૂતે આભાર સાથે ભારતના કર્યા વખાણ

જો કે તુર્કીમાં આવેલા આ ભૂકંપ બાદ એક તરફ ચમત્કાર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હ્રદયદ્રાવક લાચારી પણ જોવા મળી રહી છે. કોંક્રિટના કાટમાળને હટાવતી વખતે એક વ્યક્તિ તેના પ્રિયજનોને બોલાવતો જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી બૂમો પાડવા છતાં પણ જવાબ ન મળતા તે હિંમત હારીને બેસી જાય છે. ઘણી જગ્યાએ બચાવકર્મીઓ કાટમાળની અંદર દટાયેલા લોકોને અવાજ આપતા જોવા મળે છે. એજ આશાએ કે કોઈ જવાબ આપશે. આ દરમિયાન ચારેબાજુ ભયંકર મૌન જોવા મળે છે. ભૂકંપે તુર્કી અને સીરિયામાં લગભગ 500 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને બરબાદ કરી દીધા છે. અહીં સામાન્ય જીવન થવામાં વર્ષો વીટી જશે. પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ હંમેશ માટે તેમની સાથે રહેશે.

Back to top button