ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અજાયબી: અમેરિકાના તબીબોએ મહિલાને ડુક્કરની કિડની ટ્રાંસપ્લાન્ટ કરી જીવ બચાવ્યો

Text To Speech
  • મહિલાનું હૃદય અને કિડની ફેલ હોવાથી તબીબોએ અનોખો માર્ગ અપનાવ્યો
  • અમેરિકન ડોકટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અજાયબી કરી
  • ડુક્કરની કિડની ટ્રાસપ્લાન્ટ કરી અને તેના ધબકારા ફરી ચલાવીને જીવ બચાવી લીધો

અજાયબી લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના તબીબોએ મહિલાને ભૂંડની કિડની ટ્રાંસપ્લાન્ટ કરી જીવ બચાવ્યો છે. અમેરિકામાં મોત નજીક પહોંચેલી મહિલા માટે તબીબો દેવદૂત બન્યા છે. મહિલાનું હૃદય અને કિડની ફેલ હોવાથી તબીબોએ અનોખો માર્ગ અપનાવ્યો હતો. જેમાં અમેરિકાના મેસાચુસેટ્સની જનરલ હોસ્પિટલમાં કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં ગંભીર ગુનાઓમાં થયો ઘટાડો 

અમેરિકન ડોકટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અજાયબી કરી

મૃત્યુના ઉંબરે ઉભેલી સ્ત્રી માટે, ડૉક્ટર ત્યારે ભગવાન બની ગયા જ્યારે તેણે બધી આશા ગુમાવી દીધી હતી અને તેના છેલ્લા શ્વાસો ગણી રહી હતી. તમને જણાવી દઈએ કે આ મહિલા કિડનીની બીમારીથી પીડિત હતી. મહિલાની બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેના માટે બીજી કોઈ કિડની ઉપલબ્ધ ન હતી. આવી સ્થિતિમાં, મહિલા દર્દી તેના શ્વાસ ગુમાવવાની તૈયારીમાં હતી, પરંતુ અમેરિકન ડોકટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અજાયબી કરી છે.

ડુક્કરની કિડની ટ્રાસપ્લાન્ટ કરી અને તેના ધબકારા ફરી ચલાવીને જીવ બચાવી લીધો

અમેરિકામાં તબીબોએ ન્યૂજર્સીની મરણાસન્ન મહિલાના શરીરમાં ભૂંડની કિડની ટ્રાસપ્લાન્ટ કરી અને તેના ધબકારા ફરી ચલાવીને જીવ બચાવી લીધો હતો. આ કેસ મેડિકલ જગતમાં મોટા ચમત્કારથી ઓછો નથી. લિસા પિસાનો નામની મહિલાનું હૃદય અને કિડની કામ કરવાનું બંધ કરી દીધુ હતુ અને તે એટલી નબળી થઈ ગઈ હતી કે પરંપરાગત ઓર્ગન ટ્રાંસપ્લાન્ટ શક્ય નહોતું. જેથી તબીબ સંસ્થાના તબીબોએ એક અનોખો રસ્તો કર્યો. જેમાં મહિલના હાર્ટને યથાવત્ રાખવા એક મશીન પંપ મુક્યું અને થોડા દિવસ બાદ ભૂંડની એક કિડની ટ્રાંસપ્લાન્ટ કરી હતી.

Back to top button