જન્મદિવસે જ મીરાબાઈ ચાનુને મળી નિરાશા, માત્ર એક કિલો વજન ઓછું ઉંચકાયું અને…
- મીરાબાઈ ચાનુનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ ઇમ્ફાલના પૂર્વમાં આવેલા કાકચિંગ ગામમાં થયો હતો
પેરિસ, 8 ઓગસ્ટ: મીરાબાઈ ચાનુ તેમના જન્મદિવસ પર પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં માત્ર એક કિલોગ્રામથી મેડલ ચૂકી ગઈ હતી. આ ઇવેન્ટ રાત્રે 11:30 કલાકે શરૂ થઈ હતી. જેમાં મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક મેડલ જીતીને પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માંગતી હતી, પરંતુ આ થઈ શક્યું નહીં. ઉલ્લેખનીય છે કે, મીરાબાઈ ચાનુનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ મણિપુરના કાકચિંગ ગામમાં થયો હતો. જે ઇમ્ફાલ પૂર્વમાં છે. પેરિસ ઓલિમ્પિકનો 12મો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે કંઈ ખાસ રહ્યો નહીં. જ્યાં સવારે વિનેશ ફોગાટની ગેરલાયકાતના અહેવાલ બહાર આવ્યા, જેના કારણે વિનેશ ફોગાટ તેની ગોલ્ડ મેડલ મેચ રમી શકી નહીં. આ પછી દેશવાસીઓ મીરાબાઈ ચાનુની મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા હતા.
India’s shinning star @mirabai_chanu narrowly missed Olympic – Medal in Weightlifting (49kg) by small margin and come 4th at #Paris2024 but we are very proud of your achievements & always proud of you ! #Cheer4Bharat 🇮🇳 pic.twitter.com/NyrwKGSeQI
— Kiren Rijiju (@KirenRijiju) August 7, 2024
માત્ર એક કિલો વજન ઓછું ઊંચકાયું અને ઓલિમ્પિક મેડલ ચૂકી ગઈ
મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા, પરંતુ કમનસીબે તે વધુ એક ઓલિમ્પિક મેડલથી માત્ર એક કિલોગ્રામ પાછળ રહી ગઈ. કુલ 199 કિલોગ્રામનું વજન ઉપાડીને મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને રહી અને મેડલની રેસ એક કિલોગ્રામથી ચૂકી ગઈ.
ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ પેરિસમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા દર્શાવી. એશિયન ગેમ્સમાં હિપની ગંભીર ઈજાને કારણે ચાર મહિના સુધી સ્પર્ધામાંથી બહાર રહેવા છતાં તેણીએ તેની તૈયારીમાં કોઈ ઘટાડો ન થવા દીધો. તેણીએ 200 કિલોથી વધુ વજન ઉપાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ સપનું પૂરું થઈ શક્યું નહીં. મીરાબાઈ ચાનુએ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 111 કિલો વજન ઉપાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. જો કે, પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો, પરંતુ તેણીએ હાર ન માની અને બીજા પ્રયાસમાં સફળતાપૂર્વક 111 કિલો વજન ઉપાડ્યું. તેના છેલ્લા પ્રયાસમાં તેણીએ 114 કિલો વજન ઉપાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે તેમાં સફળ થઈ શકી નહીં.
#WATCH | Paris: Indian Weightlifter Mirabai Chanu speaks on finishing 4th in women’s 49 kg weightlifting event at #ParisOlympics2024
She says, “I tried my best to win a medal for the country but I missed it today…It is a part of the game, we all sometimes win and sometimes… pic.twitter.com/hPyYCt7AOL
— ANI (@ANI) August 7, 2024
મીરાબાઈ ચાનુની સિદ્ધિઓ
ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. તેણીએ પોતાની મહેનત અને લગનથી ઘણા મેડલ જીત્યા છે. ત્યારે ચાલો તેમની શાનદાર કારકિર્દી પર એક નજર કરીએ:
- કુલ મેડલ: મીરાબાઈ ચાનુએ અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
- કોમનવેલ્થ ચેમ્પિયનશીપ: મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 4 મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ સામેલ છે.
- કોમનવેલ્થ ગેમ્સઃ કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 3 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ સામેલ છે.
- વર્લ્ડ ચેમ્પિયનશિપઃ મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા છે. જેમાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
- ઓલિમ્પિક: તેમણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.
- એશિયન ચેમ્પિયનશિપઃ મીરાબાઈ ચાનુએ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ જૂઓ: મનુ ભાકરના મેડલ સાથે પોઝ આપવો એક્ટરને ભારે પડ્યો, લોકોએ ટીકા કરી