ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા, લાશને ઘસડીને લઈ ગઈ પોલીસ, ભાજપે કહ્યું- પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ

પશ્ચિમ બંગાળના દિનજાપુરમાં ટ્યુશનમાં ભણવા ગયેલી એક સગીર વિદ્યાર્થીનીને કેટલાક બદમાશોએ પકડીને બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેની હત્યા કરી નાંખી હતી. બીજા દિવસે તેની લાશ કેનાલમાં તરતી મળી આવી હતી, જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. વાંચો આ અહેવાલ

બંગાળમાં બળાત્કાર પીડિતાની લાશને ઘસડવામાં આવી

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલિયાગંજમાં કથિત રીતે બળાત્કાર બાદ એક સગીર છોકરીની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે લોકો સ્થાનિક પ્રશાસનથી નારાજ થયા અને લોકોએ વિરોધ શરૂ કર્યો. આ પ્રદર્શન વખતે પોલીસે કંઈક એવું કર્યુ જેને લઈને બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કરીને બંગાળ પોલીસ પર નિશાન સાધ્યુ છે.

બીજેપીએ નેતાએ વિડીયો કર્યો શેર 

બીજેપી નેતા અમિત માલવિયાએ એક વિડીયો શેર કર્યો જેમાં પોલીસે સગીર વિદ્યાર્થીની સામે થયેલા ગુના બદલ દેખાવકારો પ્રદર્શન પરી રહ્યા હતા. તેમના પર લાઠીચાર્જ કર્યો અને તે મૃત સગીરાની લાશને અસંવેદવલશીલ રીતે રસ્તા પર ઘસડીને લઈ જતી જોવા મળે છે. અમિત માલવિયાએ આ અંગેની ટ્વિટમાં જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળ પોલીસ આ વીડિયોમાં જે લાશને સંવેદનહીન રીતે ખેંચી રહી છે, તે ઉત્તર દિનાજપુરના કાલિયાગંજમાં રાજબંશી સમુદાયની સગીરાની લાશ છે. આ સગીરાની બળાત્કાર અને ત્યાર બાદ હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આવી ઉતાવળ ત્યારે કરાય છે, જ્યારે તેનો હેતુ પુરાવાને નષ્ટ કરવાનો અથવા નબળો પાડવાનો અથવા ગુનાને ઢાંકવાનો હોય છે.

સ્થાનિક વહીવટીતંત્રે શું કહ્યું?

આ ઘટના અંગે સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, સગીરા ગુરુવાર સાંજથી ગુમ હતી અને બાદમાં સ્થાનિક લોકોએ ગઈકાલે સવારે તેનો મૃતદેહ નહેરમાં તરતો જોયો હતો. યુવતી ગુરુવારે સાંજે ઘરેથી ટ્યુશનમાં જવા નીકળી હતી. તેના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આખી રાત શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો.

શું છે સમગ્ર મામલો?

ગુનેગારોની તાત્કાલિક ધોરણે ધરપકડની માંગ સાથે સ્થાનિક લોકોએ મૃતદેહને રસ્તા પર રાખી વિરોધ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ત્યારે શરૂ થયું જ્યારે પોલીસ કર્મીઓ બાળકીની લાશનો કબજો લેવા પહોંચ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોએ રસ્તા પર વાહનવ્યવહારમાં અવરોધ ઉભો કર્યો, ટાયરો સળગાવી અને પોલીસ પર કથિત રીતે પથ્થરમારો કર્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.

આ કેસ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળ તૈનાત કરવામા આવ્યા છે. જો કે ભાજપે બંગાળ સરકાર પર સત્ય છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:TMCનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો રદ થયા બાદ CM મમતા બેનર્જીએ અમિત શાહની માંગી હતી મદદ

Back to top button