ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું મૃત્યુ, એકની હાલત ગંભીર

Text To Speech

પટણા (બિહાર), 11 જાન્યુઆરી: પટણામાં હિંદુની બાદર વિસ્તારમાં બે દલિત યુવતીઓનું અપહરણ કરીને કેટલાક નરાધમે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ એક પીડિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજી સગીરા પટણાની એઈમ્સમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે બંને સગીરાઓ સોમવારે ગાયના છાણના ઉપલા લેવા માટે સાથે ગઈ હતી, પરંતુ કલાકો વીતી ગયા પણ ઘરે પાછી ન આવી. પરિવારજનોએ જણાવ્યું કે વિસ્તારના લોકોને મંગળવારે એક સગીરાનો મૃતદેહ મળ્યો હતો. આ પછી તેમણે ફુલવારી શરીફ પોલીસને જાણ કરી હતી.

એકનું મૃત્યુ, બીજી સગીરાની હાલત ગંભીર

આ અંગે સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર વિક્રમ સિહાગે જણાવ્યું હતું કે, સોમવારે બે સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી. મંગળવારે તપાસ કરતાં એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ઘાયલ છોકરીને સારવાર માટે પટણાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ફોરેન્સિક નિષ્ણાતો મૃતક સગીરાનું પોસ્ટ મોટર્મ કરશે. તેમજ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે ત્યાંથી મહત્વપૂર્ણ પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આરોપી ઘટનાના ત્રીજા દિવસે પણ ફરાર

પરિવારના જણાવ્યા મુજબ આજે ઘટનાનો ત્રીજો દિવસ છે છતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. રોષે ભરાયેલા પરિવારજનોએ ફુલવારી શરીફમાં રસ્તો રોકીને હિંસક વિરોધ કર્યો હતો. તેમની માંગણી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. પરિવારજનોએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તે આ બાબતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે તેમને ભગાવી દેવામાં આવ્યા હતા. એક રિપોર્ટ મુજબ, જ્યારે પોલીસ વિરોધ કરી રહેલા પરિવારના સભ્યોને શાંત કરવા ગઈ ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપ પણ આ મુદ્દો ઉઠાવી રહી છે. પોલીસનું કહેવું છે કે સ્થાનિક લોકોએ આ અંગે જાણ કરી હતી. હાલમાં કાયદેસર રીતે કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: ડીસામાંથી રાજસ્થાનના અપહરણ અને બળાત્કારનો આરોપી છ વર્ષે ઝડપાયો

Back to top button