દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ, દિલ્હીમાં હાઈ એલર્ટ! NIA કરશે કેસની તપાસ
નવી દિલ્હી, 20 ઓકટોબર : દિલ્હીમાં દિવાળી પહેલા થયેલા બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે રવિવારે (20 ઓક્ટોબર 2024)ના રોજ થયેલા વિસ્ફોટની તપાસની જવાબદારી હવે કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. દરમિયાન, સ્કૂલ બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે તપાસ એજન્સીઓ પાસેથી બ્લાસ્ટનો રિપોર્ટ માંગ્યો છે.
એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે
આ મામલામાં દિલ્હી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ FIR નોંધી છે. હાલ સ્પેશિયલ સેલ, NIA, CRPF, FSL અને NSG ઘટનાસ્થળે બ્લાસ્ટની તપાસ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારને મેપ કરવામાં આવી રહ્યો છે. તમામ દુકાનોના CCTVની તપાસ કરવામાં આવી રહી છે જેથી બોમ્બ મૂકનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તપાસ એજન્સી ફોનનો ડેટા સ્કેન કરવામાં વ્યસ્ત છે
CRPF ટીમો ગઈ રાત (19 ઑક્ટોબર 2024) થી આજે (20 ઑક્ટોબર) સવારના 9 વાગ્યા સુધી શાળાની આસપાસના કેટલાંક કિલોમીટરના અંતરે આવેલા મોબાઈલ ટાવર પર કેટલા ફોન કૉલ્સ કરવામાં આવ્યા તેનો ડેટા સ્કૅન કરવામાં વ્યસ્ત છે. તેમજ સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે, જેથી જાણી શકાય કે ગત રાતથી સવારે બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. આ પછી, સક્રિય ફોન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રની પોલીસને આગોતરી બાતમી હતી, જેના પછી તમામ જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. એલર્ટ મુજબ દરેક જગ્યાએ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. આ પછી, આકાશમાં સફેદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ.
આ પણ વાંચો : મોંઘવારીએ બગાડી દિવાળી! લોકોએ ઈલેક્ટ્રોનિક અને અન્ય મોંઘી વસ્તુઓની ખરીદી ટાળી