ઈરાનમાં વસતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાયઝરી, જાણો શું સલાહ આપી
નવી દિલ્હી, 2 ઓક્ટોબર : ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે મુસાફરી સલાહ જારી કરી છે. ખાસ કરીને ઈરાનની બિનજરૂરી મુસાફરી સામે સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. બંને દેશ એકબીજા ઉપર હુમલો કરી રહ્યા છે. તેને જોતા ભારતીયોની સલામતી માટે આ એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.
MEA says, “We are closely monitoring the recent escalation in security situation in the region. Indian nationals are advised to avoid all non-essential travel to Iran. Those currently residing in Iran are requested to remain vigilant and stay in contact with the Indian Embassy in… pic.twitter.com/uh1wZb4e4v
— ANI (@ANI) October 2, 2024
અમે સુરક્ષા પરિસ્થિતિમાં તાજેતરના વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે. હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
આ પણ વાંચો :- હિન્દુ ઓળખ ધારણ કરીને 10 વર્ષથી ભારતમાં રહેતો પાકિસ્તાની-બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો
દેશમાં પહેલેથી જ રહેતા લોકો માટે MEA એ તકેદારી રાખવાની સલાહ આપી અને કોઈપણ સહાયતા માટે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સાથે નજીકના સંપર્કમાં રહેવાની ભલામણ કરી છે. આ દેશમાં તંગદિલી વ્યાપી રહી હોવાથી સ્થિતિ સતત નિરીક્ષણ હેઠળ છે.