ટ્રેન્ડિંગનેશનલ

દેશમાં પાયલટોના લાઇસન્સની માન્યતાની મુદત ડબલ કરી દેવામાં આવી

Text To Speech

એરલાઇન ટ્રાન્સપોર્ટ પાયલટ લાઈસન્સ અને કોમર્શિયલ પાયલટ લાઇસન્સ ધારકોનાં સંબંધમાં લાઈસન્સની માન્યતા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરાઈ છે. જે ઉડ્ડયન સુરક્ષા અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ ઇન એવિએશન રેગ્યુલેશનને મજબૂત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. જેને લઈ 10 ઓક્ટોબર 2023ના રોજ એરક્રાફ્ટ રૂલ્સ, 1937માં સુધારો કરી ગેઝેટમાં સત્તાવાર રીતે નોટિફાઇડ કરવામાં આવ્યો હતો.

એરક્રાફ્ટ નિયમોમાં સુધારો, 1937એ ઉદ્યોગના હિતધારકો સાથે નોંધપાત્ર પરામર્શનું પરિણામ છે.જેનો ઉદ્દેશ વર્તમાન નિયમનકારી સલામતી અને સુરક્ષા માળખાને મજબૂત કરવા માટે જરૂરી સુધારા પગલાં પૂરા પાડવાનો છે. આ સુધારા ભારતના ઉડ્ડયન નિયમનોને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા (ICAO)ના ધારાધોરણો અને ભલામણ કરવામાં આવેલી પ્રણાલિઓ (એસએઆરપી) અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિઓ સાથે સુસંગત છે. આ સુધારાનો કેટલોક ભાગ 13 એપ્રિલ 2023ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા એરક્રાફ્ટમાં સુધારા (મકાન અને વૃક્ષોને કારણે થતા અવરોધોને તોડી પાડવા) નિયમો, 1994ના સુધારા સાથે પહેલેથી જ સૂચિત કરાયા છે.

એરક્રાફટ નિયમમાં કરાયા મહત્ત્વના સુધારા

એરક્રાફ્ટ રૂલ્સ, 1937માં સુધારેલા નિયમ 66 હેઠળ મોટા ફેરફારો રજૂ કરાયા છે. આ ઉપરાંત, વિદેશી લાઇસન્સની માન્યતા માટેના નિયમ 118ને બિનજરૂરી રીતે દૂર કરાયા છે. આ ફેરફારનો મુખ્ય હેતુ એવિએશન સેક્ટરની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવાનો છે. એરક્રાફટ નિયમમાં થયેલો સુધારો ઉડ્ડયન ક્ષેત્રે સલામતી, સુરક્ષા અને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતાને મજબૂત કરવાની દિશમાં મહત્વની પહેલ છે. જે ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિ અને ટકાઉપણું વધારશે.

આ પણ વાંચો: ‘પેશાબ કાંડ’ માં નિયમોના ઉલ્લંઘનની ચૂક Air Indiaને પડી ભારે, DGCAએ 30 લાખનો દંડ ફટકાર્યો

Back to top button