ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ. તેમજ 12 ડિસેમ્બરના રોજ નવ મંત્રીમંડળે શપથગ્રહણ વિધિ પણ સંપન્ન થઈ ગઈ. હવે તે સાથે જ સમયાંતરે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મુખ્ય સલાહકાર ની પણ નિમણૂક ક્રરવામાં આવી. ત્યારે આજે નવી સરકારના મંત્રીઓને જિલ્લા પ્રભારીમંત્રીની કામગીરી સોંપાવામાં આવી છે, વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી બનાવામાં આવ્યા છે. જેમાં કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ છે. જ્યારે હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : Birthday Special : જાણો ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની શૂન્યથી શિખર સુધીની સફર
હર્ષભાઈ સંઘવી વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી
વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લાની પ્રભારી તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે.જેમાં કનુભાઈ દેસાઈની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જ્યારે હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ, ખેડા તેમજ આણંદની જવાબદારી ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે. રાઘવજી પટેલને જૂનાગઢ અને રાજકોટના તેમજ બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાની જવાબદારી આપવામાં આવી છે. કુંવરજીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ મૂળુ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે.