દારૂ કૌભાંડમાં ઘેરાયેલી AAPને વધુ એક ફટકો, મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું
- ભ્રષ્ટાચારના દલદલમાં ફસાયેલી છે પાર્ટી : મંત્રી રાજકુમાર આનંદ
નવી દિલ્હી, 10 એપ્રિલ: દિલ્હીના દારૂ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ત્યારે હવે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે પોતાના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકુમાર આનંદનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તેઓ પટેલ નગરના ધારાસભ્ય છે. રાજીનામા બાદ રાજકુમાર આનંદે કહ્યું કે, તેઓ આજે ખૂબ જ દુઃખી છે, રાજકારણ બદલાશે તો દેશ બદલાશે.
BREAKING- Delhi Minister Rajkumar Anand resigns from Aam Aadmi Party, says Party has become symbol of corruption pic.twitter.com/hoIOULB9Lp
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 10, 2024
રાજકુમાર આનંદનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તેઓ પટેલ નગરના ધારાસભ્ય છે.તેમના રાજીનામા બાદ રાજકુમાર આનંદે કહ્યું કે તેઓ આજે ખૂબ જ દુઃખી છે, રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલા માટે હું આ પાર્ટી, સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
#WATCH राज कुमार आनंद ने कहा, “दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल से कनेक्शन इसलिए हुआ क्योंकि उन्होंने कहा था कि ‘राजनीति बदलेगी तो देश बदलेगा’…आज राजनीति नहीं बदली है लेकिन राजनेता बदल गए हैं। मैंने अपना इस्तीफा मुख्यमंत्री कार्यालय को भेज दिया है।” pic.twitter.com/kQedFWVHMF
— ANI_HindiNews (@AHindinews) April 10, 2024
સંજય સિંહે વીડિયો એક કલાક પહેલા પોસ્ટ કર્યો હતો
રાજકુમાર આનંદે રાજીનામાની જાહેરાત કર્યાના એક કલાક પહેલા જ રાજ્યસભાના સભ્ય સંજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સંજય સિંહ તિહાર જેલ પ્રશાસન પર કેન્દ્ર સરકારના દબાણમાં કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય તેણે હજુ પણ અરવિંદ કેજરીવાલનો ફોટો પોતાની પ્રોફાઈલમાં રાખ્યો છે.
આ પણ જુઓ: કલકત્તા હાઈકોર્ટે બંગાળ પોલીસને ફટકાર લગાવી, NIA અધિકારીઓની ધરપકડ ન કરવાનો નિર્દેશ આપ્યો