ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં સરકાર વિરુદ્ધ નિવેદન આપવું મંત્રી રાજેન્દ્ર ગુડાને પડ્યું ભારે ; હોદ્દા પરથી દૂર કરતા CM ગેહલોત

Text To Speech
  • મહિલાઓ ઉપર રાજ્યમાં અત્યાચાર વધી રહ્યાનું આપ્યું હતું નિવેદન
  • મણિપુરના બદલે રાજસ્થાનમાં મહિલાઓ વધુ અસુરક્ષિત હોવાનું કહ્યું હતું
  • મંત્રીના નિવેદન બાદ ભાજપે સરકારને ઘેરી હતી

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે તેમના મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડાને હટાવી દીધા છે. મંત્રી ગુડાએ કહ્યું હતું કે રાજસ્થાનમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. એક રીતે ગુડાએ પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે તેમનું નિવેદન આગની જેમ ફેલાઈ ગયું હતું. રાજસ્થાનની વિપક્ષી પાર્ટી બીજેપીએ આ અંગે ગેહલોત સરકારને ઘેરવાનું શરૂ કર્યું. હકીકતમાં રાજેન્દ્ર ગુડાએ શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એ હકીકત છે કે અમે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છીએ. રાજસ્થાનમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, તે મણિપુરને બદલે આપણે પોતાના ગળામાં જોવું જોઈએ.

ભાજપે સરકારને ઘેરી

ગુડાના નિવેદન બાદ ભાજપે ગેહલોત સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કર્યું હતું કે, રાજસ્થાનમાં બહેનો અને દીકરીઓ પર અત્યાચાર અને બળાત્કારની વાસ્તવિકતા સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડા પોતે જણાવી રહ્યા છે.

મંત્રીનું નિવેદન એટલે સરકારનું નિવેદન

તેમણે વધુમાં કહ્યું કે બંધારણના અનુચ્છેદ 164(2) મુજબ કેબિનેટ સામૂહિક જવાબદારીના આધારે કામ કરે છે અને મંત્રીનું નિવેદન સમગ્ર કેબિનેટ એટલે કે સરકારનું નિવેદન માનવામાં આવે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત, અમારા નહીં તો કમ સે કમ તમારા મંત્રીના નિવેદન પર ધ્યાન આપો. ગૃહમંત્રી તરીકે કમસેકમ નબળી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તો સંભાળો.

Back to top button