કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાળંગપુર દાદાના દર્શન કર્યા, કુંડળધામ ખાતે ભકતેશ્વર મહાદેવજી પર પણ જળાભિષેક કર્યો

Text To Speech

બોટાદઃ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે સોમવારનાં રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા અને દાદાના આશીર્વાદ લીધા હતા. મંદિરના કોઠારી વિવેકસાગર દાસજી સ્વામી અને સુકદેવ પ્રસાદ દાસજી સ્વામી દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું હતું.

હર્ષ સંઘવીએ દર્શન કર્યાં બાદ ટ્વીટ કરીને મારુતિનંદરને પ્રિય શ્લોક લખ્યો હતો- !! ॐ नमो: हनुमंते भय भंजनाय सुख़म कुरु फट्ट स्वाहा !! સાથેજ ટ્વીટમાં લખ્યું હતું કે સાળંગપુરની પવિત્ર ધરતી પર બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું. કષ્ટભંજન દેવના મંદિર પરિસરમાં પ્રવેશતા જ દિવ્ય શક્તિ સાથે અલૌકિક ઉર્જા તેમજ ભક્તિમય વાતાવરણનો અહેસાસ થાય છે.

આ ઉપરાંત હર્ષ સંઘવીએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, સંતગણ આપણી ભારતીય સંસ્કૃતિમાં હરહંમેશ પૂજનીય રહ્યાં છે.તેમના દર્શન માત્રથી જીવન ધન્ય બની ઉઠે છે. આજ રોજ સંત-મહાત્માઓના દર્શન કરીને શુભાશિષ અને આશીર્વચન મેળવ્યા.

હર્ષ સંઘવી દ્વારા બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક સ્થિત કુંડળધામ ખાતે ભક્તેશ્વર મહાદેવજીના પણ દર્શન કર્યા હતા. અહીં તેઓએ મહાદેવનો જળાભિષેક કરી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

Back to top button