ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતવિશેષવીડિયો સ્ટોરી

Video: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શનમાંઃ ટ્રાફિક નિયમનો ભંગ કારનારાઓના લાયસન્સ રદ થશે

  • ગૃહરાજ્ય મંત્રીએ આપ્યા કાર્યવાહીનાં આદેશ
  • રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે

સુરત, 15 જૂન, ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકો હવે સાવધાન રહેજો. રાજ્યમાં રોજબરોજ ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય છે જેના કારણે અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ રાજ્યનો હૃદય થમાવી દે તેવું ઇસ્કોન બ્રિજ અકસ્માત થયો હતો. જેમાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જે બાદ રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકની સિસ્ટમને વારંવાર અપડેટ કરવામાં આવી રહી છે, અને ટ્રાફિક પોલીસનાં નિયમનો અને નિર્દેશો સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી થઈ શકે એટલા અકસ્માતો રોકી શકાય અને નિયમોની એસીતેસી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકાય જેને લઈને હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે તો નિયમો તોડનારાઓની હવે ખેર નહીં.

ગૃહરાજ્ય મંત્રીએ સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકો વિશે માહિતી આપી હતી અને વારંવાર નિયમોનો ભંગ કરનારના લાઈસન્સ રદ થશે તેમ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. જૂઓ વીડિયો

ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સામે થશે કાર્યવાહી

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે અને જે સુરતીલાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે, તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે. હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલરૂમ સિસ્ટમ શરૂ કરાઇ

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઇ છે. રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

હર્ષ સંઘવી - HDNews

વાહનચાલકોના લાયસન્સ રદ કરવાનાં આદેશ

હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લાગવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે. તે વાતે પણ હર્ષ સંઘવીએ આવકારી હતી. ટ્રાફિકના નિયમનો ઘડોલાડવો કરતા વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની પણ હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો..સાસણ ગીર જવાનું વિચારો છો? તો જાણી લો સિંહ દર્શન ક્યાં સુધી બંધ રહેશે?

Back to top button