31st ડિસેમ્બરને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે યોજી બેઠક
નવા વર્ષની તેમજ 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને ગુજરાત પોલીસ સતર્ક બની છે. ત્યારે એક તરફ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ 31st ડિસેમ્બર નજીક આવી રહી છે. અનેક જગ્યાએ પાર્ટીઓનું આયોજન થવાનું છે. ત્યારે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી હતી જેમાં આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બીજી તરફ આવનાર દિવસોને લઈને કાર્યવાહીની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ઘેલા સોમનાથ મહાદેવ મંદિરને લઈને કલેક્ટરે આપ્યો આ નવો આદેશ
હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી
ગુજરાતમાં 31st ડિસેમ્બર પર પાર્ટીનો ટ્રેન્ડ બની ગયો છે. તેમજ યુવાનો પણ નશાના રવાડે ચઢી જતા હોય છે. તેમાં 31 ડિસેમ્બરની રાતે ઘણા યુવાનો નશો કરી રોડ પર ઝૂમતા હોય છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી હતી. આ મામલે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે.
એક્શન પ્લાનને લઈને ચર્ચા
શકમંદોને ઝડપી લઇ તેમના સેમ્પલ સ્પેશ્યલ કીટ દ્વારા ચેક કરવામાં આવશે. જેનાથી પોલીસને તુરંત ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ. હાલમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા પોલીસના જવાનોને ડ્રગ્સની કિટનો વપરાશ કઇ રીતે કરી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.