નેશનલ હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ ઝડપથી રિપેર થાય તે માટે મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી
સુરતઃ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં ભારે વરસાદના કારણે બિસ્માર થયેલા નેશનલ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટના રસ્તાઓની સમારકામની કામગીરી અંગે રાજ્યના કૃષિ અને ઊર્જા રાજયમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સુરતમાં જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે-8, એક્સપ્રેસ હાઇવે ના પ્રશ્નોના નિવારણ માટે મળેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમંત્રી તમામ અધિકારીઓને રસ્તા સમયસર રિપેર કરવા માટે જણાવ્યું હતું.
મંત્રી મુકેશ પટેલ દ્વાર દ.ગુજરાતમાં નેશનલ હાઇવે સહિત પલસાણા, માંડવી, કામરેજ, બારડોલી, કડોદરા સહિતના વિસ્તારોના રસ્તાઓ બાબતે સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ઇશ્વર પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સંદિપ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું તુરત જ રીકારપેટીગ કરવા અને જ્યાં કામ શરૂ કર્યું હોય તેમાં ઝડપ લાવી વાહન ચાલકોને રાહત મળે તે રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી.
આ બેઠકમાં કામરેજ, કડોદરા, પલસાણા, બારડોલી, સૂરત અને અંકલેશ્વર સુધી ના ને. હા.ના રસ્તા તેમજ પડેલા ખાડાઓના કારણે થતો ટ્રાફિક અને નેશનલ હાઇવે 48, 52, 53, અને ગ્રામજનોની સમસ્યાઓ બાબતે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઇ પરમાર દ્વારા વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી. જેના બાદ મુકેશ પટેલે તાત્કાલિક ધોરણે ગ્રામ્ય અને સ્ટેટ હાઈવેનું સમયસર નિકાલ લાવવા માટે અધિકારીઓને આદેશ આપ્યા હતા.
તેમજ NHAIના અધિકારીઓને રાજ્યના નેશનલ હાઈવેને તાત્કાલિક ધોરણે રિપેર કરી જ્યાં પણ રીકારપેટીંગનું કામ ચાલી રહ્યું છે ત્યાં કામ જલ્દી પૂર્ણ કરવા માટેનો આદેશ આપ્યો હતો. સાથે જ ગ્રામ્ય વિસ્તારના એપ્રોચ રોડની સ્થિતિનું નિરક્ષણ કરવા જિલ્લા કલેક્ટરને પણ નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત નેશનલ હાઈવેના વિસ્તરણ માટે ચાલી રહેલા જમની સંપાદન સંદર્ભે પણ ઝડપથી નિકાલ લાવવા માટે સુરત કલેક્ટર આયુષ ઓકને માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો : હવામાનની આગાહી: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ